પશ્ચિમ બંગાળમાં મમતાને મોટો ફટકો, TMC ના ૨ ધારાસભ્ય સહિત ૨૯ પાર્ષદ BJP માં સામિલ

    ૨૮-મે-૨૦૧૯

 
 
મમતા સરકારને પશ્ચિમ બંગાળમાં ખૂબ મોટો ઝટકો મળ્યો છે. TMC ના ૨ વિધાયક સહિત ૨૯ પાર્ષદ BJP માં સામિલ થઇ ગયા છે. આ ઉપરાંત CPM નો પણ એક ધારાસભ્ય ભાજપમાં સામિલ થઇ ગયો છે.
 
ભાજપમાં સામિલ થનારા ધારાસભ્યોમાં શુભ્રાંશુ રોય જે ભાજપના ધારાસભ્ય મુકુલ રોયના પુત્ર છે. ભાજપના દિલ્હીમાં આવેલા કાર્યાલય ખાતે ભાજપના મુખ્યાલય રષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આ ત્રણ ધારાસભ્યોને ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે ટીએમસી (trinamool congress)ના બીજા અનેક કોર્પોરેટર પણ ભાજપમાં સામિલ થવાના છે.
 
જણાવી દઈએ કે પ. બંગાળની ૪૨ લોકસભાની બેઠકમાંથી ૨૨ સીટો ટીએમેસીએ અને ૧૮ સીટો ભાજપે જીતી છે. કોંગ્રેસને પણ બે સીટ મળી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ટીએમસીના ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને તે ચૂંટણી પછી ભાજપમાં સામિલ થશે.
 
ભાજપના મુખ્યાલય રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે, જે રીતે પ.બાંગાળમાં સાત ચરણમાં મતદાન થયું તેવી રીતે જ સાત ચરણમાં અહીંના લોકોને ભાજપમાં સામિલ કરવામાં આવશે. આ પહેલું ચરણ છે. તમણે એ પણ કહ્યું કે મમતાજીના તાનાશાહી મિજાજના કારણે તેમના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. આ સમયે મુકુલ રોયે જણાવ્યું કે અમે ભેગા મળીને બંગાળમાં સંઘર્ષ કરીશું.
 
આ ઉપરાંત મીડિયામાં એવા અહેવાલ પણ આવ્યા છે કે મમતા આનાથી ખૂબ નારાજ છે અને તે ખૂબ ટૂંક સમયમાં પોતાના મંત્રી મંડળમાં ફેરબદલ કરશે.