વર્લ્ડકપ પહેલાં જ વિરાટ કોહલી કહ્યું કે આ કારણે મારી કેપ્ટનશીપ સુધરી ગઈ!

28 May 2019 15:35:59

 
ટીમ ઇન્ડિયાનું “મિશન વર્લ્ડકપ” શરૂ થતાં પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ મોટો ખુલાસો કર્યો છે અને આ ખુલાસો તેના લગ્નજીવનને લઈને છે. વિરાટ કોહલીએ કહ્યું છે કે, અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ મારી રમતમાં પરિવર્તન આવ્યું છે અને સાથે સાથે મારી કેપ્ટનશીપ પણ સુધરી ગઈ છે.
 
આઈસીસી ( ICC ) ના સંવાદ કાર્યક્રમમાં Virat Kohli એ આ વાત કરી છે.  વિરાટે કહ્યું હતું કે, લગ્ન બાદ તમે વધારે જવાબદાર બની જાઓ છો. તમે દરેક વસ્તુને વધુ સારી રીતે સમજવા લાગો છો અને દરેક વસ્તુ પર વધારે ધ્યાન આપવા લાગો છો.
 
હું પહેલા કરતા વધારે જવાબદાર બની ગયો છું. તેને કારણે મારી કેપ્ટનશીપમાં પણ પરિવર્તન આવ્યું છે. લગ્ન બાદ માણસની સાથે સાથે એક ખેલાડી તરીકે પણ મારામાં ખૂબ પરિવર્તન આવી ગયું છે.
 
વિરાટ સામે આ વખતે વર્લ્ડ કપ જીતવાનો પડકાર છે. તેઓને પૂછવામાં આવ્યું કે જો તમારે જૂની ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી કોઈ ખેલાડીને પસંદ કરવાનો આવે તો કોને કરશો ? વિરાટે તરત જ જવાબ આપ્યો કે મહાન સ્પિનર શેન વોર્નને.
 
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. 2015માં તે ભારતની ક્રિકેટ ટીમના ઉપકપ્તાન હતો આ વખતે સૌપ્રથમ વખતે તે કપ્તાન તરીકે વર્લ્ડકપનાં મેદાનમાં ઉતરી રહ્યા છે.
Powered By Sangraha 9.0