પંશ્ચિમ બંગાળમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓને ભાજપે આ રીતે યાદ કર્યા છે

    ૨૯-મે-૨૦૧૯

 
૩૦ મે ના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવાના છે. હાલ ચર્ચા એવી ચાલી રહી છે કે આ શપથસમારોહમાં કોને કોને આમત્રંણ મળશે. આવામાં એક સમાચાર આવયા છે કે બંગાળમાં જે હિંસા થઈ તેમાં ભાજપના જે કાર્યકર્તાઓ માર્યા ગયા છે તેમના પરિવાર જનોને વડાપ્રધાનના શપથ સમારોહમાં આમત્રંણ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ૧૬ જૂન ૨૦૧૩ પછી બંગાળમાં માર્યા ગયેલા ૫૪ કાર્યકર્તાઓના પરિવાર જનોને આ નિમત્રંણ આપવામાં આવ્યું છે.
 
 
 
 
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન જ બંગાળમાં ભાજપના અનેક કાર્યકર્તાઓની હત્યા થઈ હતી અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા. ચૂંટણીનું પરિણામ આવ્યા પછી પણ અહીં હિંસાનો દોર ચાલૂ જ છે. આવા સમયે ભાજપે પોતાના કાર્યકર્તાઓને સાથ આપ્યો છે અને તેમના પરિવાજનોને પણ યાદ કર્યા છે. તેમના પરિવાર જનોને વિષેશરૂપે નિમત્રંણ પાઠવવામાં આવ્યું છે અને તમની આવવા – જવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.