અમેરિકાના TIME મેગેઝિનને ચૂંટણી પહેલા મોદી દેશને તોડનારા લાગતા હતા હવે તેને દેશને જોડનારા લાગે છે

    ૨૯-મે-૨૦૧૯

 
ચૂંટણી પહેલા ડિવાઈડર ઇન ચીફની કવરસ્ટોરી પછી ટાઇમ મેગેઝિનનો ચૂંટણીના પરિણામ બાદ નરેન્દ્ર મોદી વિશેનો નવો આર્ટિકલ આવ્યો છે
 
લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “ડિવાઈડર ઇન ચીફ” એટલે કે ભાગલાવાદી નેતા કહેનારું ટાઈમ મેગેઝિન હવે ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીને ભારતને જોડનારા નેતા કહી રહ્યું છે. આ લેખમાં ટાઇમ લખે છે કે નરેન્દ્ર મોદી પોતાના દેશના ગરીબ નાગરિકો સાથે જે રીતે જોડાઈ જાય છે તે રીતે નહેરુ-ગાંધી વંશના કોઇ નેતા જોડાઈ શકતા નથી..બિલકુલ નહી.”
 
જણાવી દઈએ કે આ અમેરિકાનું એજ મેગેઝિન છે જેણે ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીને તોડનારા નેતા કહેતું હતુ પણ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રંચડ બહુમતી મળતા આ મેગેઝિન માટે હવે તે જોડાનારા નેતા બની ગયા છે. હમણા જ ટાઇમ મેગેઝિનની વેબ પર એક લેખ પોસ્ટ થયો છે. જેનું શીર્ષક છે “મોદી હેસ યૂનાઈટેડ ઇન્ડિયા લાઈક નો પ્રાઈમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ.” સરળ ભાષામાં કહીએ તો “ભારતને એક કરનારો મોદી જેવો વડાપ્રધાન દાયકાઓમાં થયો નથી”
 

 
 
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા ટાઈમ મેગેઝિને કવર પેજ પર મોદીનો મોટો ફોટો છાપી તેમને ભાગલાવાદી નેતા ગણવ્યા હતા. જોકે તેણે આ લેખમાં એ પણ લખ્યું હતું કે ભારતમાં મોદીની વિરુદ્ધ કોઇ વિકલ્પ નથી. બહુસંખ્યક લોકો નરેન્દ્ર મોદીને એક વિભાજન કરનારા તેના તરીકે જોવે છે. જો કે તે ફરી વાર વડાપ્રધાન બની શકે છે. ૧૯૪૭નો સમય યાદ અપાવતા આ મેગેઝિન લખે છે કે ભારતને આઝાદી મળી ત્યારે દેશના પહેલા વડાપ્રધાન નહેરુએ “ધર્મનિરપેક્ષતા”ને પોતાની સરકારનો મૂળ મંત્ર માન્યો હતો. તેમનું માનવું હતું કે ધર્મનો હસ્તક્ષેપ રાજ્યની નીતિઓમાં ન થવો જોઇએ. પરંતું બદલતા સમય અનૂસાર કોંગ્રેસનો મૂળ મંત્ર વંશવદ બની ગયો. અને અનેક નેતાઓ કોંગ્રસ માટે પડકાર રૂપ બની ગયા. પરંતું વર્ષ ૨૦૧૪ ખૂબ મહત્વનું રહ્યું...
 
જોકે હવે ટાઈમના સૂર બદલાઈ ગયા છે. ૨૦૧૯માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રંચડ બહુમતી મળી છે. હવે આ બહુમતી મળ્યા બાદ ટાઈમનો સૂર બદલાઈ ગયો છે. નરેન્દ્ર મોદી તોડનારા માંથી જોડનારા બની ગયા છે…