મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા

    ૦૩-મે-૨૦૧૯

 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરવા (હ)ની આદિવાસી બેઠક પર જીત મેળવનારા અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ વેચાતભાઈ ખાંટનું ધારાસાભ્ય પદ આજે રદ્દ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે પત્રકાર પરીષદ યોજી આ વાત લોકો સમક્ષ મૂકી હતી.
 
તેમણે જણાવ્યું હતું કે આ મામલે ગુજરાતના રાજ્યપાલ પાસે પિટિશન થઈ હતી, જેમાં ગઈકાલે રાજ્યપાલે તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કરતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા મોરવા (હ)ની આદિવાસી બેઠક પર જીત મેળવનારા અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ વેચાતભાઈ ખાંટનું ધારાસાભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. કેમ કે ભુપેન્દ્રભાઇએ આ આદિવાસી બેઠક પર ચૂંટણી લડવા જે પોતાનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તે ખોટું હતું. માટે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ભૂપેન્દ્રસિંહ વેચાતભાઈ ખાંટે ચુંટણીમા આદિવાસી પ્રમાણપત્ર ખોટુ રજુ કર્યું હોવાની ફરીયાદ ટ્રાયબલ વિભાગમાં થતાં ભુપેન્દ્ર ખાંટના જાતી આધારીત પ્રમાણપત્રની ટ્રાયબલ વિભાગે ચકાસણી કર્યા બાદ ગાંઘીનગર ટ્રાયબલ કમિશ્નરે મોરવા(હ)ના ઘારાસભ્યનું આદિવાસી પ્રમાણપત્ર રદ કર્યું હતું. ભુપેન્દ્ર ખાંટ હાઇકોર્ટમાં જતાં કોર્ટે નવેસરથી પ્રકીયા હાથ ધરીને કાર્યવાહી કરવાનો હુકમ કરતાં નવેસરની તપાસ બાદ ગાંધીનગર ટ્રાયબલ કમિશ્નરે મોરવા(હ)ના ઘારાસભ્યનું આદિવાસી પ્રમાણપત્ર રદ કર્યું હતું. આજે પણ જાતિના પ્રમાણપત્રને લઈને કેસ ચાલે છે.