તો ઇશરત જહાં એન્કાઉન્ટર ખોટું નહી સાચું હતું...સીબીઆઈ કોર્ટે આરોપીને મુક્ત કર્યા

    ૦૩-મે-૨૦૧૯


ઈશારત જહાંના એન્કાઉન્ટર કેસના મામલામાં આજે CBI કોર્ટે રીટાયર્ડ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીનને રૂપિયા 15 હજારના બોન્ડ ઉપર જામીન અરજી મંજુર કરી મુક્ત કરી દીધા છે,કોર્ટે કહ્યું હતું કે ધારા 197 મુજબ તેમની સામે કાર્યવાહીના થાય, થોડા સમય પહેલા ડી.જી.વણઝારા અને એન.કે.અમીને ડીસ્ચાર્જ અરજી હાઈકોર્ટમાં ફાઈલ કરી હતી, CBI કોર્ટમાં બંને વિરુદ્ધ કેસ ચલાવવાની મંજુરી રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજુરી નહિ આપતા આ કેસમાંથી તે બંનેને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

કોર્ટના ચુકાદા બાદ ડીજી વણઝારાએ કહ્યું હતું કે ઇશરત જહાન કેસ કાયદેસર હોવાનું કોર્ટે માની લીધું છે, ઘણા લાંબા સમય સુધી આ કેસ ચલાવવામાં આવો હતો, જેમાં બંને અધિકારીએ લડત આપી હતી, હવે સિબિઆઇ કોર્ટ દ્વારા રાહત મળતા હવે તે લોકો વિરુદ્ધ કોઈ કેસ નહિ ચલાવવામાં આવશે, તેવી જાહેરાત પછી બંને અધિકારીઓને રાહત થઇ છે.


બીજા ૪ આરોપીની સુનવણી ૧૫ મેએ…


ઇશરત જહાં કએન્કાઉન્ટર કેસમાં બાકી રહેલા ચાર આરોપી તરુણ બારોટ, જી.એલ.સિંઘલ, જે.જી.પરમાર અને એ. ચૌધરીએ પણ સીઆરપીસીની કલમ ૧૯૭ હેઠળ અરજી કરી છે.જે અંગેની સુનવણી આગામી ૧૫ મેના રોજ હાથ ધરાશે…