બેંગલોરના રામમંદિરમાં સફાઈ કામ કરે છે સદ્દામ હુસેન

    ૦૩-મે-૨૦૧૯
 
 
કર્ણાટકના બેંગલોરના રાજીજીનગર વિસ્તારમાં એક મંદિર આવેલું છે. આ મંદિર આજકાલ એક મુસ્લિમ યુવકને કારણે ચર્ચામાં છે. વાત એમ છે કે સદ્દામ હુસેન નામનો આ યુવક રોજ મંદિરનું સફાઈકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ કામ કરે છે અને આ વર્ષે રામનવમી માટે મંદિરની સફાઈ અને સજાવટના કામમાં પણ તે મોખરે છે. ભાઈનું કહેવું છે કે મને મંદિરની સફાઈ કામ ગમે છે એટલે હું કરું છું. સોશિયલ મીડિયા પર જ્યારે આ વાત ફેલાઈ ત્યારે લોકોએ સર્વધર્મ સમભાવનો પરચો આપતી આ ઘટનાનાં બે મોઢે વખાણ કર્યાં છે.