અક્ષયકુમારે જાતે કબૂલ્યું કે તે ભારતીય નાગરિક નથી! તો કયા દેશનો નાગરિક છે અક્ષયકુમાર?

    ૦૩-મે-૨૦૧૯

 
 
પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નોન પોલિટિકલ ઇન્ટરવ્યુ લઇને અને પછી મતદાનથી દૂર રહેવા બદલ બોલિવૂડનો ખેલાડી અક્ષયકુમાર સોશિયલ મીડિયા પણ ખૂબ ટ્રોલ થયો. લોકો અહીં પ્રશ્ન પુછવા લાગ્ય કે અક્ષય ભારતનો નાગરિક છે કે નહી? મીડિયામાં પણ આ સંદર્ભે ખૂબ અહેવાલો છપાયા. એક વીડિઓ પણ વાઈરલ થયો જેમાં એક પત્રકારે મતદાન ન કરવા સંદર્ભનો પ્રશ્ન પુછ્યો તો અક્ષયે તે જવાબ આપવાને બદલે તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યુ.
 
છેલ્લા દિવસોમાં આ સંદર્ભે જે કઈ પણ થયું તેનાથી અક્ષયને લાગ્યું કે હવે મારે લોકો સામે મારો મત મૂકવો જોઇએ એટલે જ આજે તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક સંદેશો જાહેર કર્યો. જેમાં તેણે ખૂદ સ્વીકાર્યું છે કે તે ભારતીય નાગરિક નથી તે કેનેડાનો નાગરિક છે. આખી ટ્વીટમાં તેણે શું કહ્યું તમે જ વાંચી લો….
 
 
 
 
 
અક્ષય આ ટ્વીટ દ્વારા જણાવે છે કે
 
“મને સમજાતું નથી કે મારી નાગરિકતાને લઈને લોકોને આટલી દિલચસ્પી કેમ છે. આ સંદર્ભે આટલી બધી નકારાત્મકતા કેમ દેખાઈ રહી છે.
 
મેં ક્યારેય છુપાવ્યું નથી, મારી જોડે કેનેડાનો પાસપોર્ટ છે. આ સદર્ભે મેં ક્યારેય ના પણ નથી કહી.પણ એક હકીકત એ પણ છે કે હું છેલ્લા સાત વર્ષમાં એકવાર પણ કેનેડા ગયો નથી. હું ભારતમાં કામ કરૂં છું અને ટેક્સ પણ ભરું છું.
 
મને ક્યારેય દેશ માટે પ્રેમ સાબિત કરવાની જરૂર પડી નથી. આવામાં મારી નાગરિકતાને લઈને લીગલ, પર્સનલ, નોન-પોલિટીકલ અને મતલબ વગરની વાતોને જબરદસ્તીથી વિવાદોમાં લાવવામાં આવે છે જેનાથી ખૂબ નિરાશા થાય છે.
છેલ્લે હું બસ એટલું કહીશ કે હું મારી રીતે દેશને સારો બનાવવા તથા મજબૂત બનાવા મારું યોગદાન આપતો રહીશ” 
 
આ વીડિઓ વાઈરલ થયો હતો....