એક હૃદયંગમ કાર્યક્રમ

    ૦૩-મે-૨૦૧૯
 
તા. ૨૫-૪-૨૦૧૯ના રોજ નરોડાનગરમાં એક હૃદયંગમ કાર્યક્રમ યોજાઈ ગયો. રા.સ્વ.સંઘના પૂર્ણકાલીન પ્રચારક શ્રી પુનિતભાઈ રાઠોડના માતા-પિતા શ્રી વાસુદેવભાઈ રાઠોડ તથા રોહિણીબહેનનું સન્માન કરવામાં આવ્યું. શ્રી પુનિતભાઈએ ડિપ્લોમા ઈન ઈલેક્ટ્રીકલનો અભ્યાસ કર્યો છે. હાલમાં પુનિતભાઈ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રચારક તરીકે કાર્ય કરે છે. પુનિતભાઈએ સ્વીકારેલા જીવનકાર્ય માટે સંમતિ આપનાર તેમના માતા-પિતાનું જ્યારે સન્માન કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ ભાવવિભોર બની ગયા હતા.
 
આ પ્રસંગે મા. શ્રી મહેશભાઈ પરીખ, શ્રી રુગનાથભાઈ સવસાણી તથા શ્રી અશોકભાઈ રાવલ સહિત સંઘના અધિકારીઓ, સ્વયંસેવકો અને બંધુ-ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.