બુર્ખાની સાથે રાજસ્થાનમાં ઘૂંઘટ પ્રથા પર પણ પ્રતિબંધ લાગવો જોઇએ : જાવેદ અખ્તર

    ૦૩-મે-૨૦૧૯


પ્રખ્યાત ગીતકાર અને પોતાને સાચા સેક્યુલર માનતા જાવેદ અખ્તરે ગયા ગુરૂવારે કહ્યું હતું કે બુર્ખા પર પ્રતિબંધ લગાવવા પર મને કોઇ વાંધો નથી પરંતુ કેન્દ્ર સરકાર છ મે પહેલા રાજસ્થાનમાં  થનાર લોકોસભાની ચૂંટણી માટેના મતદાન પહેલા અહીંની ઘૂંઘટ પ્રથા પર પ્રતિબંધ લગાવે…

મહત્વની વાત એ છે કે શિવસેના દ્વારા દેશભરમાં બુર્ખા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તે સંદર્ભમાં પૂછવામાં આવેલ સવાલમાં પત્રકારોને જાવેદ અખ્તરે આ જવાબ આપ્યો હતો. જાવેદ અખ્તરે વધુમાં જણાવ્યું કે બુર્ખા પરનું મારું નોલેજ ખૂબ ઓછું છે. એનું કારણ એ છે કે જે ઘરમાં હું રહું છું ત્યાં કોઇ બુર્ખો પહેરતું નથી. મેં ક્યારેય મારા ઘરમાં બુર્ખો જોયો નથી.

તેમણે જણાવ્યું કે ઇરાક એક કટ્ટર મુસ્લિમ દેશ છે પરંતુ ત્યાં મહિલાઓ પોતાનો ચહેરો આખો ઢાકતી નથી. શ્રીલંકામાં પણ જે કાયદો આ સંદર્ભે બન્યો છે તેમાં પણ એવું જ કહેવાયું છે કે તમે આખો ચહેરો ન ઢાકી શકો. એટલે કે બુર્ખા પહેરો પણ આખો ચહેરો ઢંકાયેલો ન હોવો જોઇએ.

જાવેદ અખ્તરે આગળ જણાવ્યું કે ભારતમાં  બુર્ખા પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ હોય તો મને કોઇ વાંધો નથી બસ કેન્દ્ર સરકાર છ મે પહેલા રાજસ્થાનમાં  થનાર લોકોસભાની ચૂંટણી માટેના મતદાન પહેલા અહીંની ઘૂંઘટ પ્રથા પર પ્રતિબંધ લગાવે…