શ્રી સરસ્વતી અધ્યાપન મંદિર દ્વારા દીક્ષાંત સમારોહ

    ૦૩-મે-૨૦૧૯
 

 
 
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સ્વ. રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય શ્રી સરસ્વતી અધ્યાપન મંદિર ભૂતવડ દ્વારા તા. ૦૫/૦૪/૨૦૧૯ના રોજ શ્રી સરસ્વતી વિદ્યાપીઠ ખાતે બી.એડ્ તથા એમ એડ્ તથા ડી.એલ. એડ્ના પરીક્ષાનો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કુલપતિશ્રી ડૉ. નીતિનભાઈ પેથાણી તથા મુખ્ય વક્તા તરીકે બ્રિહન (મહારાષ્ટ્ર) કૉલેજ ઑફ કોમર્સ પૂણેના વાઇસ પ્રિન્સિપાલ તથા વિદ્યાભારતી માનક પરિષદ પશ્ર્ચિમ ક્ષેત્રના પ્રમુખ અને વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન સમિતિના સદસ્ય મા. શ્રી આશિષજી પુરાણિક ઉપસ્થિત રહ્યા હતા.