સની દેઓલે પ્રચાર દરમિયાન ગદરની જેમ હેડપંપ ઉઠાવી લીધો…

    ૦૩-મે-૨૦૧૯

 
૨૩ એપ્રિલે દિલ્લીથી એક સમાચાર આવ્યા હતા કે ફિલ્મોમાં એકલા હાથે પાકિસ્તાનને હચમચાવી નાખનાર સની દેઓલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપે સની દેઓલને ગુરદાસપુરની લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેરાત પછી સની દેઓલ એકદમ પ્રચારના મૂળમાં છે. તે પોતાની ફિલ્મી ઇમેજનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. તે જ્યાં જાય છે ત્યાં “યે મજદૂર કા હાથ હૈ કાતિયા…., યે ઢાઈ કિલો કા હાથ…જેવા ડાયલોગ લોકો સાંભળવા માંગે છે. અને પબ્લિકની ડિમાન્ડ પર સની આ ડાયલોગ સંભળાવી પણ દે છે.
 

 
 
પણ ૨ મેના રોજ કંઇક અલગ થયું. પ્રચાર માટે સની દેઓલ પોતાના મતવિસ્તારમાં હતો. એક રેલી પણ કાઢી. ખૂબ લોકો જોડાયા. આ દરમિયાન રેલીમાં કેટલાક લોકોએ સની દેઓલને હેડપંપ આપ્યો. સનીએ તેનો સ્વીકાર પણ કર્યો.
યાદ છે ને ગદર ફિલ્મ? આ ફિલ્મમાં સની દેઓલ પાકિસ્તાનમાં જઈને હેડપંપ ઉખાડી પાકિસ્તાનીઓને સામે થઈ જાય છે. ફિલ્મનો આ સીન લોકોને ખૂબ ગમ્યો હતો. સની હવે જ્યા પ્રચાર કરવા જાય છે તેને લોકો આ સીન યાદ કરાવે છે અને હેડપંપ પણ ભેટમાં આપે છે. સની પણ પોતાની આ લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી મતબેંક મજબૂત કરી રહ્યો છે…