સહુના સહકારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્ર્વિક તાકાત તરીકે ઊભરશે...

    ૩૦-મે-૨૦૧૯   
 
 
 

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્ર્વિક તાકાત તરીકે ઊભરે

 
ભારતની ૧૭મી લોકસભાની ચૂંટણીમાં, ભાજપાને ૩૦૩ બેઠકો સાથે જ્વલંત વિજય મળ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આગવી શૈલીમાં ચૂંટણીને પ્રમુખીય પદ્ધતિની સરકાર પસંદ કરવાની હોય તે રીતે ઝંઝાવાતી પ્રચાર દેશભરમાં માત્ર ૪૫ દિવસમાં ૧૨૫ રેલીઓ કાઢીને કર્યો. શ્રી મોદીનું વાક્ચાતુર્ય, સરકાર ચલાવવાની - કર્મચારીઓ પાસેથી કામ લેવાની આવડત, ભારત માટેનો અનહદ પ્રેમ અને તેના સંરક્ષણ માટેની કડક કાર્યવાહી, ચીન સામે બાથ ભીડવાની ત્રેવડ, પાકિસ્તાન સાથે યુદ્ધની તૈયારી જેવો જ વર્તાવ અને અમેરિકાથી નજીક આવવાનું વલણ, આ બધી પ્રકૃતિ જોતાં પ્રજાએ ખોબેખોબા મત આપીને મોદીના નેતૃત્વવાળા ભારતીય જનતા પાર્ટીને ચૂંટી. અનેક ભાષા, પ્રદેશ, જાતિ-ઉપજાતિમાં વહેંચાયેલ અને તેનો ગેરલાભ લઈ પ્રદેશવાદ, જાતિવાદ બહેકાવતા રાજનીતિજ્ઞોને કોરાણે મૂકી, ભારતની જનતાએ સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી મોદીને મત આપ્યા. વિશ્ર્વપ્રખ્યાત ‘ટાઇમ’ મેગેઝીને તેના કવર પર લખેલ શબ્દો ‘મોદી-ડિવાઈડર ઇન ચીફ’ને ભારતની પ્રજાએ સણસણતો જવાબ આપ્યો.
 

ગઠબંધનને ધોબી-પછડાટ 

 
ચાર માસ પહેલાં જે દેખાતો ન હતો તે ‘મોદીવેવ’, કોંગ્રેસ, ગઠબંધન અને ત્રીજા મોરચા સહુને સુનામી જેમ ભારે પડ્યો. કોંગ્રેસના દિગ્ગજો હાર્યા. સપા-બસપા ગઠબંધન ઉત્તર પ્રદેશમાં ૧૫થી વધારે સીટ મેળવી શક્યું નહીં. પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની નામોશીભરી હાર, કર્ણાટકમાં જનતાદળ (જ) કોંગ્રેસના ગઠબંધનને ધોબી-પછડાટ, પૂર્વ વડાપ્રધાન દેવગૌડા ય હાર્યા. નવા વોટર્સ, યુવાઓ, મહિલા મતદારો સૌએ જે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં માંડ પાંચ માસ પહેલાં કોંગ્રેસની સરકારો સ્થાપી હતી તેમણે, સાગમટે કોંગીઓને ઘરે મોકલ્યા. ત્રણેય રાજ્યોમાં ભાજપાને ૬૨ સીટો મળી, વિપક્ષને માત્ર ૩. સૌથી રસાકસી ભરેલ આ ચૂંટણીમાં, ૧૯૫૨ પછી પહેલી જ વખત સૌથી વધુ ૬૭.૧% લોકોએ મતદાન કર્યંુ. ભાજપાને ૨૨.૦૬ કરોડ મત મળ્યા. જ્યારે કોંગ્રેસને માત્ર ૧૧.૮૩ કરોડ મત. બાવન લોકસભા-સદસ્યોથી માન્ય વિરોધ પક્ષ તરીકેનું કાયદાકીય આશ્ર્વાસને ય નહીં જ.
 

બંગાળમાં ગુંડાગીરી 

 
લડાયક મિજાજનાં ‘મમતા’એ તૃણમૂલના કાર્યકર્તાઓને છૂટો દોર આપી, ચૂંટણી દરમિયાન હિંસા આચરતા અનેક ભાજપા કાર્યકર્તાઓને નુકસાન પહોંચાડી કે મોતને ઘાટ ઉભર્યા ગુંડાગીરીમાં સામેલ પ્રદેશવાદને પ્રોત્સાહિત કરતા અભણ કે બિન-લોકશાહી રસમથી ભાજપાની રેલીઓ કાઢવા કે સ્ટાર પ્રચારકોનાં વિમાનોને બંગાળમાં ઊતરવાની પરવાનગી ન આપતી સરકાર, સહુને ત્યાંની જ પ્રજાએ લોકશાહીની સણસણતી જોરદાર થપ્પડો મારી. ભાજપાને ૧૮ સીટ મળી. તૃણમૂલને માત્ર ૨૨, ગઈ ચૂંટણી કરતાં ૧૪ ઓછી. કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું. ગઈ ચૂંટણી કરતાં માંડ ૮ સીટો વધી. રાહુલે રાજીનામાની ઓફર કરતાં, કમલનાથ, ગેહલોત અને ચિદમ્બરમ્ને તેમના દીકરાઓને જીતાડવા વધુ સમય વેડફવાનો અને પાર્ટી માટે અન્ય સ્થળોએ પ્રચાર ન કરવાનો આરોપ કર્યો ત્યાં પ્રિયંકાએ એકલે હાથે લડત આપતા ભાઈની બહાદુરીને બિરદાવી, અન્ય નેતાઓના માથે માછલાં ધોયાં.
 

 અમિત શાહની ચાણક્ય નીતિ

 
અમિત શાહની ચાણક્ય નીતિનાં વખાણ ભાજપા તો કરે જ. ટૂંક સમયમાં દેશભરમાં કરોડો કાર્યકર્તાઓનો પ્રેમ સંપાદન કરી, દરેક બુથ સુધીના મેનેજમેન્ટમાં માહિર આ પ્રમુખે અનેક રાજ્યોની તેમને સૌથી મહત્ત્વની લોકસભાની ચૂંટણીમાં બહોળો પ્રચાર કરી જીતાડી. વિપક્ષને મૂળથી સાફ થતો જોઈ વિપક્ષી નેતા મહેબૂબા મુફ્તિએ ‘કોંગ્રેસને એક અમિત શાહની જ‚ર છે.’ કહ્યું તે યોગ્ય જ. ૨૧મી સદીમાં, ભારતની થનગનતી લોકશાહીને નબળો વિપક્ષ પોસાય નહીં.
 

સહુનો સહકાર અને નરેન્દ્ર મોદીનું નેતૃત્વ 

 
મોદી-૨, ભાજપા-૨ કે એનડીએ-૨. બધા એકબીજાના પર્યાય. પહેલાં પાંચ વર્ષમાં સરકારના સફળ સંચાલને દરેક દેશવાસી ગર્વથી વિશ્ર્વમાં માથું ઊંચું લઈ ફરી શકે તેવી આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને ઓળખ સાથે, દેશને છઠ્ઠા નંબરનું વૈશ્ર્વિક અર્થતંત્ર બનાવી અંદાજિત વાર્ષિક ૭.૫%ના વૃદ્ધિદરથી સ્થાપિત કરવા માટે કે સંચાલનના સમવાથી માળખાને આદર આપી રાજ્યો સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપી, દરેક વર્ગની ઉન્નતિ માટેની નીતિઓ ઘડી, પારદર્શક વહીવટથી તેમને નાણાકીય સગવડ પહોંચાડવા સાથે, ભ્રષ્ટાચારમુક્ત સરકાર અને કોઈ આરોપ-કેસ વગરની સરકાર ચલાવી મોદીએ પ્રજાનાં દિલ જીત્યાં. નવાં પાંચ વર્ષના પડકારોમાં કોમન સિવિલ કોડ, ૩૭૦, ૩૫-એ હટાવવી. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શ્રી રામમંદિરનું નિર્માણ, ખેડૂતોની આવક બમણી કરવાનું તંત્ર, નાના દુકાનદારોને પેન્શન, પાકિસ્તાનની આતંકી નિકાસ સામે સતત લશ્કરી કાર્યવાહી અને યોગ્ય સમયે ઙજ્ઞઊં છૂટું પાડવાની નેમ, આર્થિક વૃદ્ધિ, માળખાકીય સગવડો તથા યુવાવર્ગને નોકરીઓ પૂરી પાડવી મુખ્ય છે. ભારતની પ્રજા, સરકારી કર્મચારીઓ, વૈશ્ર્વિક એજન્સીઓ-સંસ્થાઓ વગેરે સહુના સહકારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્ર્વિક તાકાત તરીકે ઊભરે તે જ અભ્યર્થના.