૨૦૧૯નો ક્રિકેટ વર્લ્ડકપ રમાનારી ભારતીય ટીમે દુનિયામાં સૌથી વધુ સદી ફટકારી છે

    ૦૪-મે-૨૦૧૯આગામી ૩૦ મેંથી ઇંગ્લેન્ડમાં ક્રિકેટનો વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આમાં ભાગ લેનારા બધા જ દેશોએ પોતાના ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતે પણ આ પંદર ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. મજાની વાત એ છે કે ભારતે જે ટીમ વર્લ્ડકપમાં ઉતારી છે તે ટીમના બધા જ બેટમેનના નામે ૯૨ સદી નોંધાયેલી છે. આ એક રેકોર્ડ છે અને તે ભારતીય ટીમના નામે છે.

આ ૯૨ સદીમાંથી ૪૧ સદી તો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. આ ઉપરાંત રોહિત શર્માના નામે ૨૨, શિખર ધવનના નામે ૧૬, મહેન્દ્ર ધોનીના નામે ૧૦ તથા કે એલ રાહુલ એન કેદાર જાદવના નામે એક-એક સદી નોંધાયેલી છે.

તો આપણે એ આશા રાખીએ કે આપણી આ ટીમ આ વર્લ્ડકપમામ કમસે કમ ૮ સદી નોંધાવે અને સદીની સદી પૂરી કરી વર્લ્ડ કપ ભારતને અપાવે…