રાહુલ ગાંધી હારી જશે તો નવજોત સિંધુ રાજકારણ છોદી દેશે!

    ૦૪-મે-૨૦૧૯

 નવજોત સિંધુ આ શું બોલી ગયા?!!

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ પંજાબના ઉપ-મુખ્યમંત્રી બનેલા નવજોત સિંઘ સિધૂએ રવિવારે સોનિયા ગાંધીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, લોકોએ સોનિયા ગાંધી પાસેથી રાષ્ટ્રવાદ શીખવાની જરૂર છે. સોનિયા ગાંધીને લીધે કોંગ્રેસે 10 વર્ષ (2004થી 2014) કેન્દ્રમાં સુધી પોતાની સત્તા જાળવી રાખી. તેમણે જણાવ્યું કે રાફેલ ડીલ વિવાદને કારણે જ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી હારશે.
 
તેમણે ભાજપ દ્વારા વારંવાર કરવામાં આવતા આક્ષેપોને વખોડતા જણાવ્યું હતું કે, આ 70 વર્ષોમાં સૌથી વધારે વિકાસ થયો છે. જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં ચૂંટણી હારશે તો તેઓ રાજકારણ છોડી દેશે. ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, તમે જ્યાં સુધી ભાજપ માટે વફાદાર રહો છો ત્યાં સુધી તમે રાષ્ટ્રવાદી છો, ભાજપ છોડ્યા બાદ તમે રાષ્ટ્રવિરોધી છો.