અહીંયાં કામ કરવા મહિલાઓ કઢાવી નાંખે છે પોતાના શરીરનું એક ખાસ અંગ

    ૦૯-મે-૨૦૧૯
 
 
મહારાષ્ટ્રના એક ગામેથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં મહિલાઓ પાસે વધારેમાં વધારે સમય મજૂરી કરાવી શકાય તે માટે એવી હેવાનિયત કરવામાં આવે છે કે સાંભળનારનાં રુંવાડા ઊભાં થઈ જાય. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં દુષ્કાળને કારણે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. પરિણામે મહિલાઓને શેરડી કાપવા માટે બીજાના ખેતરોમાં કામ કરવા જવું પડે છે. જ્યાં તેમને એક પણ રજા વગર સતત કામ કરવું પડે છે. ત્યાં સુધી કે ક્યારેક દબાણવશ કે ક્યારેક મરજીથી તેમને પોતાનું ગર્ભાશય પણ કઢાવી નાંખવું પડે છે, જેથી મહામારી ન આવે અને મહિલા સતત કામ કરતી રહે.