વાયુ વાવાઝોડું । ગુજરાતમાં એલર્ટ જાહેર, ચિંતાની નહી સાવધાનીની જરૂર

    ૧૧-જૂન-૨૦૧૯

 
અરબી સમુદ્રવાળી સિસ્‍ટમ્‍સ મજબુત બનીને ડિપ્રેશનમા પરિવર્તિત થતા. આગામી ૨૪ કલાકમા વાવાઝોડામાં પરિવર્તિત થવાની હવામાન વિભાગની અગાહીના પગલે કાલે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે પહોંચી શકે છે જેના કારણે ગુજરાત સરકાર અને તંત્ર દ્વારા સાવચેતીના પગલા ભરાઈ રહ્યા છે.  જેનું નામ વાયુ રાખવામાં આવ્યું છે.  'વાયુ' નામનું વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ત્રાટકશે એવું ઇન્ડિયન મિટિયૉરોલૉજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) દ્વારા જણાવવામાં આવ્યું છે.
 
આઈએમડીના જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં દબાણ ઊભું થયું છે જેના કારણે 'વાયુ' નામનું વાવાઝોડું આકાર પામી રહ્યું છે. 10મી જૂને અરબ સમુદ્રમાં આ દબા ઉભું થયું હતુ જે થોડા કલાકો બાદ તે સાયક્લોન વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું. હવામાન વિભાગ મુજબ ગઈકાલે આ વાવાઝોડું 12 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું. આ વાવાઝોડું હાલ ગુજરાતના વેરાવળથી ૬૫૦ કિલોમિટર દૂર છે. જેથી, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભુમિ દ્વારકા કચ્‍છ જીલ્લામા આ વાવાઝોડાના પગલે ભારે વરસાદની ચેતવણી આપવામા આવી છે. આવતી કાલ સુધીમાં પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 110થી 135 કિમીની ઝડપે સાથે અહીં આ વાવાઝોડું ત્રાટકી શકે છે.
 

 
 

વાવાઝોડાનો સામનો કરવા તડામાર તૈયારી…..

 
# ‘વાયુ’ વાવાઝોડાના પગલે આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટ ગાર્ડ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવે બેઠક યોજી હતી.
 
# ભાવનગરનો દરિયા કિનારાથી લઇ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થઇ શકે છે
 
# આ વિસ્તારમાં વૃદ્ધો, વિક્લાંગો, બાળકો, સગર્ભા તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
 
# અહીં બીએસએફની બે કંપની કચ્છમાં તૈનાત કરવામાં આવી છે. આવતી કાલથી આર્મીની એક-એક ટીમ પણ દરેક પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવશે.
 

 
 
# અત્યાર સુધીમાં એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. કુલ 35 જેટલી ટીમો આવતીકાલ સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે.
 
# વાવાઝોડાના પગલે પ્રભાવિત વિસ્તારમાં 12 અને 13 જૂનના રોજ સ્કૂલ, કોલેજ અને આંગણવાડીઓને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
 
# અત્યારસુધીમાં ચાર લાખ કરતા વધારે માછીમારો અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે. એસએમએસ દ્વારા પણ નીયમિત રીતે મેસેજ કરી જાણ કરવામાં આવશે.
 
# સૌથી મહત્વનું એ છે કે લોકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે.
 
# આ પ્રભાવિત વિસ્તારમાં લોકોએ ઘરમાં બેટરી સહિતના જરૂરી સાધનો રાખવા માટે જાણ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ અને અન્ય લોકોએ આ બે દિવસ દરમિયાન દરિયા કિનારે જવાનું ટાળવા જણાવાયું છે.
 
# આ દરમિયાન વાવાઝોડાંને પગલે 39 ગામો એલર્ટ ઉપર છે. આવતી કાલે ૨ વાગ્યા સુધીમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચી શકે છે
 

 
 
# અત્રે ઉલ્લેખનીય છે કે દીવમાં ગઇકાલે એક નંબર બાદ બે નંબરનું સિગ્નલ લગાડાયું હતું. આજે 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
 
# વલસાડ જિલ્લાની દરિયાઇ સીમા સહિતના વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર,ઓખા,જખૌ,વેરાવળ સુધી જનારા માછીમારોને દરિયો નહિ ખેડવા વલસાડ કલેકટર સી.આર.ખરસાણે ટ્વીટ કર્યું છે.
 
#માછીમારોને આકસ્મિક સંજોગોમાં સાવધ રહેવા જણાવ્યું છે. આ સાથે જરૂર પડ્યે કન્ટ્રોલ રૂમ પર ફોન નં.02632-243238 અને 02632-1077 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

સંભવિત વાવાઝોડના લઈને સરકારે પરિસ્થિતિને પહોચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત છે. જેમાં ગીર સોમનાથના લોકોની મદદ માટે કંટ્રોલ રૂમ નંબરની યાદી જાહેર કરાઈ છે.

કલેક્ટર કચેરીના 02876-285063/64 નંબર પર સંપર્ક કરવો.
વેરાવળ મામલતદાર કચેરીના નંબર 02876- 244299 પર સંપર્ક કરી શકાશે.
તલાળા મામલતદાર કચેરીના નંબર 02877- 222222 પર સંપર્ક કરી શકાશે.
સૂત્રાપાડા મામલતદાર કચેરીના નંબર 02876-263371 પર સંપર્ક કરી શકાશે.
કોડિનાર મામલતદાર કચેરીના નંબર 02895- 221244 પર સંપર્ક કરી શકાશે.
ઉના મામલતદાર કચેરીના નંબર 02875-222039 પર સંપર્ક કરી શકાશે.
ગીર ગઢડા મામલતદાર કચેરીના નંબર 02875-243100 પર સંપર્ક કરી શકાશે.