જો આવું થાય તો ભારતમાં દર વર્ષે ૩.૫૦ કરોડ ઝાડ આપણા જ વિદ્યાર્થીઓ ઉગાડશે!

    ૧૩-જૂન-૨૦૧૯

આ દેશમાં સ્નાતકની પદવી મેળવવા માટે ૧૦ વૃક્ષ ફરજિયાત વાવવાં પડશે

 
આ શીર્ષક વાચીને નવાઈ લાગે કે કઈ રીતે દેશમાં દર વર્ષે ૩.૫૦ કરોડ ઝાડ ઉગી જાય. પણ આ કોઇ કલ્પનાની કે જાદુની વાત નથી. દુનિયાના એક દેશનું ઉદાહાર જોતા એવું લાગે છે કે જો આવું ભારતમાં કરવામાં આવે તો દર વર્ષે દેશમાં ૩.૫૦ કરોડ ઝાડ ઉગી નીકળે અને એ પણ એની જાતે નહી પણ આપણા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જ વાવે…આ કયો દેશ છે? આવો તે દેશ અને તેનો એક પ્રયોગ પહેલા વાંચીએ અને પછી વિચાર કરીએ કે ભારતમાં આવુ કરી શકાય?
 
તો વાત છે ફિલિપિન્સની. પોતાના દેશમાં ઘટી રહેલા વનવિસ્તારને બચાવવા માટે ફિલિપિન્સ સરકારે અનોખી રીત અપનાવી છે. અહીં સરકારે સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન લીગેસી ફોર ધ એન્વાયરમેન્ટ નામનો કાયદો બનાવ્યો છે. જે મુજબ પ્રત્યેક વિદ્યાર્થીએ સ્નાતકની પદવી મેળવવા માટે ૧૦ ઝાડ ફરજિયાતપણે ઉગાડવાં પડશે. ફિલિપિન્સ સંસદમાં આ કાયદો સર્વસમ્મતિથી પસાર થયો છે. ઉલ્લેખનીય છે કે અહીં વનોની સંખ્યા ૭૦ ટકાથી ઘટી ૨૦ ટકા સુધી પહોંચી ગઈ છે. સરકારે એક વર્ષમાં ૧૭૫ મિલિયનથી વધુ વૃક્ષો ઉગાડવા અને ઉછેરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે.
 

 
 
હવે વાત ભારતની કરીએ તો ભારતમાં દર વર્ષે લગભગ ૩૫ લાખ વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂરૂ કરે છે. હવે ફિલિપિન્સના આ કાયદો જો ભારતમાં લાગૂ કરવામાં આવે તો આ પણા આ દર વર્ષે ગ્રેજ્યુએશન પૂરૂ કરતા ૩૫ લાખ વિદ્યાર્થીઓને પણ ૩.૫૦ કરોડ ઝાડ વાવવાં પડે…
 
હવે આ ભારતમાં શક્ય છે કે કેમ એ બીજી વાત છે પણ આવું થાય તો થોડા જ વર્ષોમાં ભારત હરીયાળું તો બની જ જાય અને આ દેશમાં પર્યાવરણ ક્ષેત્રે ગજબની જાગૃતિ પણ આવે…