પાકિસ્તાન સામેની મેચ રમાય એ પહેલા વિરાટ કોહલીએ શું કહ્યુ?

    ૧૪-જૂન-૨૦૧૯

 
ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. હવે ભારત સહિત દુનિયાના દેશોની નજર રવિવારે એટલે કે ૧૬ જૂને રમાવનારી ભારત-પાકિસ્તાનની મેચ પર છે. આ મેચ રમાય એ પહેલા એક પત્રકાર પરીષદમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ મેચ વિશે થોડી વાત કરી હતી.
 
વિરાટે જણાવ્યું કે ભારત પાંચ અંક સાથે હાલ વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને છે. અમારી આગામી મેચ ૧૬ જૂને પાકિસ્તાન સામે છે. સંળગ બે મેચ જીત્યા પછી અમારું મનોબળ વધ્યું છે. થોડી પ્રેક્ટીસ કર્યા બાદ અમે ફરી લયમાં આવી જશું. હવે અમને રવિવારની રાહ છે. પાકિસ્તાન સામે અમારા ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. બન્ને ટીમો વચ્ચે વર્ષોથી રોચક મેચ થતી રહી છે. આ દુનિયાની સૌથી શાનદાર મેચોમાંની એક હોય છે. અમને ખબર છે કે અમે માનાસિક રીતે પણ સંપૂર્ણ રીતે તૈયાર છીએ. અમારે બસ મેદાનમાં જઈને સ્ટેટજી મુજબ રમવું પડશે…
 
વિરાટે ઇજાગ્રસ્ત શિખર ધવન વિશે જણાવ્યું કે અમને આશા છે કે સેમીફાઈનલ સુધી શિખર ફીટ થઈ જશે. હાલ બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ તેની તપાસ ચાલી રહી છે, હજી થોડા દિવસ માટે તેના અંગૂઠા પર પ્લાસ્ટર રહેશે…