વ્યક્તિગત ચારિત્ર્ય હોવાની સાથે રાષ્ટ્રીય ચારિત્ર્ય હોવું પણ જરૂરી છે – મા. મોહનજી ભગવત

    ૧૭-જૂન-૨૦૧૯   

 
 
૧૬ જૂન ૨૦૧૯ના રોજ તૃતીય વર્ષ સંધ શિક્ષા વર્ગનો સમાપન સમારોપ નાગપુર ખાતે યોજાય ગયો. મોટી સંખ્યામાં સ્વયંસેવકો, વિશાળ સંખ્યામાં લોકો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભગવતે પોતાનું ઉદ્‍બોધન આપ્યું હતું. અહીં પ્રસ્તૃત છે આ ઉદ્‌બોધનાના કેટલાંક અંશો…
 
ચૂંટણી પછી આ વર્ગની શરૂઆત થઈ અને હવે તેનું આજે સમાપન થઈ રહ્યું છે. આ જોગાનું જોગ છે. પાંચ વર્ષ પહેલા પણ ૨૦૧૪માં આવું જ થયું હતું. તે વખતે શિબિર સમાપનના આગલા દિવસે હિન્દુ સામ્રાજ્ય દિવસ હતો આ વખતે પણ શિબિર સમાપનના આગલા દિવસે જ હિન્દુ સામ્રાજ્ય દિવસ હતો. આ સંયોગ છે.

જીત-પરાજિત-ચૂંટણી-સ્વાભાવિક પ્રક્રિયા

ચૂંટણીમાં સ્પર્ધા હોય છે. લોકોતંત્ર છે. રાજકિય પક્ષોને ચૂંટણી લડવી જ પડે છે. સ્પર્ધા હોવાના કારણે અનેક પ્રકારની વાતો ચાલે છે. જેનાથી ચૂંટણીનું વાતાવરણ દોડધામ ભર્યુ રહેતું હોય છે. થોડો ઉદ્વેગ પણ આવે છે. અમૂક લોકોને જ ચૂંટાઈને આવવાનું છે બાકીને પરાજિત થવાનું છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે.

લોકોની અપેક્ષાઓ હવે ઝડપથી પૂરી થાય

ગઈ વખતે જે રાજકિય પક્ષની જીત થઈ હતી, આ વખતે તે પક્ષની વધારે બહુમતી સાથે જીત થઈ છે. એવું દેખાયું છે કે સમાજને કદાચ આ પક્ષનું કામ વધારે પંસદ પડ્યું છે. માટે તેને એક વધુ તક આપી છે. કેટલીક અપેક્ષા પૂરી થઇ છે અને કેટલીક બાકી છે. સમાજને લાગ્યું કે એક તક વધારે આપવાથી બાકી રહેલી અપેક્ષા આ પક્ષ પૂરી કરશે. માટે તે પક્ષનું સંખ્યાબળ પણ વધ્યું છે. પણ આ માટે તેમને સમજવાની જરૂર છે કે આ અપેક્ષાઓ હવે ઝડપથી પૂરી થાય, આ તેમનું દાયિત્વ બની ગયું છે.
 

 

જનતાને કોઇ ભરમાવી શકતું નથી

દેશની જનતા વધુમાં વધુ શીખી રહી છે. સ્વાર્થ અને મતભેદોથી ઉપર ઊઠીને, વ્યવહારિક સૂઝબૂઝ તથા દ્રઢતાની સાથે, દેશની એકાત્મતા અખંડતા, દેશનો વિકાસ તથા રાજનીતિમાં શાસન-પ્રશાસનની કામગીરીમાં પારદર્શિતાના પક્ષમાં મતદાન કરી રહી છે. પ્રચારમાં અનેક ચાલાકીઓ અપનાવ્યા પછી પણ અનેક મીઠી વાતો કર્યા પછી પણ જનતાને કોઇ ભરમાવી શકતું નથી. જનતાને ઠગી ન શકાય, આ શુભ શગુન છે. દરેક ચૂંટણીમાંથી આપણી જનતા વધુને વધુ શીખી રહી છે. ખૂબ જ સૂઝબૂઝ સાથે દેશની એકતા અને એકાત્મતાને ધ્યાનમાં રાખીને દરેક ચૂંટણીમાં જનતા સમજદારી દેખાડી રહી છે.

સૌએ હવે દેશ માટે મળીને કામ કરવાનું છે

હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સૌએ હવે દેશ માટે મળીને કામ કરવાનું છે. ચૂંટણી તો એક માત્ર સ્પર્ધા છે, હાર-જીત થઈ ગઈ છે. જે થવાનું હતું તે થઈ ગયું છે. દેશ ધર્મના રક્ષણ અને તેના હિત માટે એકજૂથ થઈને ચાલે. આ માત્ર સ્વયંસેવકોનો જ વિષય નથી, આ સમસ્ત જનતા માટે છે.

બંગાળમાં આજે શું ચાલી રહ્યું છે?

જીતનારા જીતના ગુમાનમાં અને હારનારા હારની ભડાસ નિકાળવામાં જો અમર્યાદિત વ્યવહાર કરશે તો તેમા દેશને નુકશાન છે. બંગાળમાં આજે શું ચાલી રહ્યું છે? ચૂંટણી પછી આવું ક્યાય થાય છે? ન થવું જોઇએ. અને જો આ કોઇ ગુંડા પ્રવૃતિવાળા લોકોના કારણે થઈ રહ્યું છે તો શાસન-પ્રશાસને આગળ આવીને આ માટે બંદોબસ્ત કરવો જોઇએ. તેની ઉપેક્ષા ન કરી શકાય.
સામાન્ય વ્યક્તિ નાસમજ હોય શકે, મર્યાદા તોડીને વ્યવહાર કરી શકે છે પરંતુ શાસનનું એ કર્તવ્ય બને છે કે તે દેશની એકાત્મતા અખંડિતા માટે, કાયદાકીય વ્યવસ્થા બનાવી રાખવા દંડ શક્તિ સાથે વ્યવસ્થા બનાવે. એક અનુભવી, સંઘર્ષનો અનુભવ રાખનારી વ્યક્તિ જો ખુરશી માટે આવું કરી રહી છે તો તે ખોટું છે. આવું ન થવું જોઇએ.
 

 

સંઘ આ જ શીખવે છે

વ્યક્તિનું પોતાનું ચરિત્ર જેટલું શુદ્ધ હોવું જોઇએ તેટલું જ રાષ્ટ્રીય ચરિત્ર પણ શુદ્ધ હોવું જોઇએ. બંધારણ સભામાં પોતાના ભાષણમાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે આપણને સૌને સાવધાન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પોતાની શક્તિના જોર પર કોઇ વિદેશીઓએ આપણા પર જીત મેળવી નથી. આપણી અંદરના મતભેદોના કારણે, ઝગડાઓના કારણે તેમને મદદ મળી. આના કારણે જ આપણે પરતંત્ર થયા. વ્યક્તિનું પોતાનું ચરિત્ર જેટલું શુદ્ધ હોવું જોઇએ તેટલું જ રાષ્ટ્રીય ચરિત્ર પણ શુદ્ધ હોવું જોઇએ. સંચલન સહજ હોય છે પણ સૌને એકસાથે એક લયમાં ચાલવું એજ રાષ્ટ્રીય પ્રવૃતિ છે. ક્યારેક ખોટું પગલું ભરાય તો તેને સુધારીને આગળ વધવું પડે છે. સંઘ આ જ શીખવે છે.

તો દુનિયાની સ્વાર્થ રાખનારી દુકાનો બંધ થઈ જશે

ભારત આગળ વધે, હિન્દુ આગળ વધે એનો અર્થ છે કે જેટલા આપણે આગળ વધીશું સ્વાર્થની પૂર્તિ કરનારા લોકોના માર્ગ બંધ થઈ જશે. આજે દેશ આગળ વધી રહ્યો છે. કેટલીક શક્તિઓ આવું નથી ઇચ્છતી. આપણો હિન્દુ સમાજ, ભારતીય સમાજ આગળ વધશે તો દુનિયાની સ્વાર્થ રાખનારી દુકાનો બંધ થઈ જશે.

શ્રીરામ અને કૃષ્ણ અમારા આદર્શ છે

ચરિત્ર પ્રેરણા આપનારું શીલ છે. એકપત્ની વ્રત રાખનારા શ્રીરામ આપણા આદર્શ છે તથા ૧૬૧૦૮ સ્ત્રીઓની રક્ષા કરનારા શ્રીકૃષ્ણ પણ અમારા આદર્શ છે. આપણે કેટલા પણ પરાક્રમી હોઇએ, અપણા પરતંત્ર કાળ દરમિયાન પણ આપણી પાસે ગુણવંત લોકો હતા, પરંતુ વ્યક્તિગત ચારિત્ર્ય હોવાની સાથે રાષ્ટ્રીય ચારિત્ર્ય હોવું પણ જરૂરી છે.
વિવિધતામાં એકતા માનવું, બંધુભાવ જ માનવતા છે. આપણે સમાજમાં બંધુભાવ વધારવાનો પ્રયાસ કરવો જોઇએ. ભારત બળવાન થયો છે માટે આપણને અન્ય દેશોનું સમર્થન મળી રહ્યું છે.
(http://vskbharat.com પર હીન્દી અહેવાલનું અહી ગુજરાતી ભાષાતંર કરી મૂકવામાં આવ્યું છે)