અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું

    ૨૫-જૂન-૨૦૧૯

 
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 11 દિવસમાં અંધશ્રદ્ધામાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ફેલાય અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. લોકોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે પગલાં હાથ ધર્યાં છે. આવું ઘણાં લાંબા સમય પક્ષી સમાજ સુધારાનું કામ શરૂ થયું છે. જેની અસર સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડી રહી છે. ચોટલી કાપવા, વરઘોડા કાઢવા, બાળકોને ઉઠાવી જવાની ગેંગ જેવી ઘટનાઓ ઉત્તર ગુજરાતમાં ફેલાઈ હતી. હવે લોકો પોતે અને ધર્મના રક્ષક લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કામ શરૂ કરી રહ્યાં છે.

જેણે 9 હજાર ધુતારાને પકડી પાડ્યા

 
9 હજાર કર્મકાંડી, જ્યોતિષ, કથિત સાધુ અને મૌલવીઓ, ધર્મના ધુતારાને ખુલ્લા પાડ્યા છે. આવું સમાજ સુધારાનું કામ દેશમાં આજ સુધી કોઈએ કર્યું નથી. વિજ્ઞાન જાથા સંસ્થાના સ્થાપક જયંત પંડ્યાએ ગુજરાત ભરમાં ભુવા, ભરાડી, ધુતારા, કર્મકાંડીઓ સામે લડી રહીને ખુલ્લા પડ્યા હતા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર કર્મકાંડી ધુતારાઓએ ફેબ્રુઆરી 2018માં હીચકારો હુમલો કર્યો હતો. તે અગાઉ તેમના પર ધમકી આપતા 10 હજારથી વધું ફોન આવ્યા હતા. જયંત પંડ્યા પર અનેક વખત હુમલા થયા છે. તેમણે 9 હજાર મેલી મુરાદ ધરાવતાં ઢોંગી અને ધૂતારાને ખુલ્લા પાડ્યા છે. તેમના પર કર્મકાંડી બ્રાહ્મણોએ રાજ્યમાં ઉહાપોહ મચાવી દીધો હતો. જે ધુતારાઓને પકડીને સમાજ સુધારાનું કામ કરતાં હતા તેમને છેલ્લાં એક વર્ષથી કર્મકાંડીઓએ ચૂપ કરી દીધા છે. પંડ્યા હવે આવા ધુતારાઓને પકડતા નથી. પણ તેમનું કામ હવે સમાજે ઉપાડી લીધું છે.
 
જુવો વીડિઓ...