@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ઇરાકમાં મળી આવી ભગવાન શ્રીરામ અને હનુમાનજીની ૬૦૦૦ વર્ષ જૂની પ્રતિમા

ઇરાકમાં મળી આવી ભગવાન શ્રીરામ અને હનુમાનજીની ૬૦૦૦ વર્ષ જૂની પ્રતિમા


 
ઇરાકના સિલેમોનિયા વિસ્તારમાં બૈનુલા બાય પાસ પાસે ખોદકામ દરમિયાન ભગવાન શ્રીરામ અને ભક્ત હનુમાનજીની દુર્લભ પ્રતિમાઓ મળી આવી છે. આ પ્રતિમાઓ મળવાની પુષ્ટિ ખુદ ઇરાક સરકાર દ્વારા ભારત દ્વારા આ મામલે માંગેલી જાણકારીના જવાબમાં પત્રના રૂપે કરી છે. ઇરાક સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રતિમાઓ લગભગ ૬ હજાર વર્ષ જૂની છે. એટલું જ નહીં ઇરાક સરકારે ભારતના સંશોધનકર્તાઓ, સંસ્કૃતિ વિભાગ અને અયોધ્યા શોધ સંસ્થાનને આ વિષય પર સંશોધન કરવા ઇરાક આમંત્ર્યા છે.