ઇરાકમાં મળી આવી ભગવાન શ્રીરામ અને હનુમાનજીની ૬૦૦૦ વર્ષ જૂની પ્રતિમા

    ૨૮-જૂન-૨૦૧૯

 
ઇરાકના સિલેમોનિયા વિસ્તારમાં બૈનુલા બાય પાસ પાસે ખોદકામ દરમિયાન ભગવાન શ્રીરામ અને ભક્ત હનુમાનજીની દુર્લભ પ્રતિમાઓ મળી આવી છે. આ પ્રતિમાઓ મળવાની પુષ્ટિ ખુદ ઇરાક સરકાર દ્વારા ભારત દ્વારા આ મામલે માંગેલી જાણકારીના જવાબમાં પત્રના રૂપે કરી છે. ઇરાક સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રતિમાઓ લગભગ ૬ હજાર વર્ષ જૂની છે. એટલું જ નહીં ઇરાક સરકારે ભારતના સંશોધનકર્તાઓ, સંસ્કૃતિ વિભાગ અને અયોધ્યા શોધ સંસ્થાનને આ વિષય પર સંશોધન કરવા ઇરાક આમંત્ર્યા છે.