એએન-૩૨ને શોધવામાં અરુણાચલી ટારઝનો કામે આવ્યા

    ૨૮-જૂન-૨૦૧૯

 
૩ જૂનના રોજ લાપતા થયેલ વાયુસેનાના માલવાહક વિમાન એએન-૩૨ને ઈસરોના સેટેલાઈટ અને અત્યાધુનિક રડાર પણ નિષ્ફળ નીવડ્યા હતા ત્યારે અરુણાચલી ટારઝનના નામે મશહૂર સ્થાનીય શિકારીઓની મદદ લેવામાં આવી હતી. પ્રશાસન દ્વારા સ્થાનિક કબિલા યુબીને પગપાળા જ વિમાન ખોવાયું હતું તે દિશામાં મોકલવામાં આવ્યા હતા. આ ટીમ એક ગામથી બીજે ગામ સ્થાનિક ગ્રામીણોની સૂચનાને આધારે એ સ્થળ (પહાડી) પર પહોંચ્યા હતા, જ્યાં આ વિમાન તૂટી પડ્યું હતું.