@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ VIDEO: મમતા બેનર્જીએ તાળું તોડાવીને ભાજપનું કાર્યાલય પોતાનું બનાવી લીધુ!

VIDEO: મમતા બેનર્જીએ તાળું તોડાવીને ભાજપનું કાર્યાલય પોતાનું બનાવી લીધુ!


 
 
પં. બંગાળમાં મમતા બેનર્જી એટલે કે ટીએમસી અને ભાજપ વચ્ચેનું ઘર્ષણ બધી ગયું છે. આ ઘર્ષણ એટલું બધું વધી ગયુ છે કે ગઈ કાલે મમતા બેનર્જી ભાજપના એક કાર્યાલય પહોંચી ગયા અને તાળું તોડીને ભાજપની ઓફિસને પોતાની પાર્ટીની ઓફિસ બનાવી લીધી. મમતા બેનર્જીએ ખૂદ પોતાના હાથેથી ભાજપના નિશાન પણ કલર ચોપડી પોતાની પાર્ટીનું નિશાન દોરી દીધુ.
 
મળતા અહેવાલ પ્રમાણે વાત એમ છે કે ૩૦ મેના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી બંગાળના ૨૪ પરગના જિલ્લામાં એક દિવસના ધરના પર બેઠા હતા. ધરના પૂર્ણ થવાની સાથે મમતા બેનર્જીને શું થયુ કે તે સિધી નજીકમાં આવેલા ભાજપના કાર્યાલય પહોંચી ગઈ. તેમણે ભાજપના કાર્યલયના તાળા તોડવાનો આદેશ આપ્યો અને પોતાની જાતે ભાજપનું નિશાન હટાવી પોતાની પાર્ટીનું નિશાન દોરી દીધું.
 
આ સંદર્ભે મમતાની પાર્ટીનું કહેવું છે કે આ કાર્યાલય તો અમારું જ હતું. જેના પર ભાજપે કબ્જો મેળવી લીધો હતો. અને હવે ટીએમાસીએ આ કાર્યાલય પાછું મેળવી લીધું છે. ઉલ્લેખનીય છે કે આ રીતે કાર્યાલય પર કબ્જો જમાવાના સમાચાર અનેક જગ્યાએથી આવ્યા છે.