તો આ રીતે વિશ્ર્વ પર્યાવરણ દિનની જાહેરાત થઇ

    ૦૫-જૂન-૨૦૧૯

 
 
1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્ર્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનના દિવસે ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્ર્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા વિવિધ દેશોમાં જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પર્યાવરણ દિન કાર્યક્રમોના આયોજન માટે દર વર્ષે વિષયની પસંદગી કરીને એક સૂત્ર આપે છે. વર્ષ 2012નો વિષય છે ‘હરિત અર્થતંત્ર’. એક એવી અર્થ વ્યવસ્થા જેના ફળ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે પર્યાવરણનાં જોખમોમાં ઘટાડો પણ થાય. પર્યાવરણની જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, કુદરતી આપદા પર નિયંત્રણ, પશુધનને યોગ્ય માત્રમાં ઘાસચારો વગેરે એકદમ સરળ બની જશે. આપણે કુદરતી અને પ્રાકૃતિક તત્ત્વોની જાળવણી કરવાની જરૂર છે. જળ, જમીન અને જંગલ પ્રદૂષણ મુક્ત હશે તો સમાજ વિકાસના પથ પર ઝડપથી દોડી શકશે...