એબી ડિવિલિયર્સને ટીમમાં કેમ ન લેવાયો તેનો દમદાર જવાબ ખૂદ સાઉથ આફ્રિકાએ આપ્યો છે

    ૦૬-જૂન-૨૦૧૯

 
ESPNcricinfo નો રીપોર્ટ આવ્યો હતો કે ડિવિલિયર્સે ટીમમાં વાપસીની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને તેના પર વિચાર પણ કરવામાં આવ્યો નથી. આના પર ખૂદ સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ તરફથી જવાબ આપવામાં આવ્યો છે.
 
ESPNcricinfo આ રીપોર્ટ પછી દક્ષિણ આફ્રિકાની ટીમના પસંદગીકાર- સંયોજક લિંડા જોંડીએ ખૂદ મીડિયા સમક્ષ આવીને કહ્યુ કે,
 
૨૦૧૮માં જ્યારે ડિવિલિયર્સ નિવૃત્તિ લેવા જઈ રહ્યો હતો ત્યારે મેં તેને રોક્યો હતો. તેમના માટે એક ધારણા બની ગઈ હતી કે ડિવિલિયર્સ તેની મરજી પડે તે મેચ રમે છે અને મરજી ન હોય તો મેચ છોડી દે છે. પણ આ સત્ય નથી. અમે તેમની સામે એક વિકલ્પ મૂક્યો હતો કે તમારે શ્રીલંકા અને પાકિસ્તાન સામેની સીરીજ રમવી પડશે પરંતુ તેમણે એવું ન કર્યુ અને તેમણે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રમાયેલી ટી૨૦ રમવાનું પસંદ કર્યુ. તેમણે આમારા પ્રસ્તાવને ન સ્વીકાર્યો અને પોતાની નિવૃતિના નિર્યણ પર અડગ રહ્યા.
 
તેમણે આગળ કહ્યું કે ૧૮ એપ્રિલના રોજ જે દિવસે વર્લ્ડ કપ ટીમની જાહેરાત થવાની હતી ત્યારે ડિવિલિયર્સનો પ્રસ્તાવ આવ્યો. અમે બધા તે ચિંતામાં હતા. હવે શું કરવું? અમારા માટે આ એક ઝટકો હતો. ડિવિલિયર્સની નિવૃત્તિ પછી તેમનો ગેપ ભરવા અમે ખૂબ કામ કયુ હતું. અમે ખેલાડીને તેમની જગ્યા ભરવા તૈયાર કર્યા હતા. આ માટે અમને એક વર્ષ લાગ્યું. અમારા ખેલાડીઓએ પણ ખૂબ મહેનત કરી છે. હવે ડિવિલિયર્સની ટીમમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરવાથી તેને ટીમમાં કંઇ રીતે લેવો? જે ખેલાડીએ આખું વર્ષ ખૂબ મહેનત કરી છે તેને ટીમમાં જગ્યા ન આપવી જોઇએ? શું એ ખેલાડીને રમવાનો મોકો ન આપવો જોઇએ? આ પછી અમે જે નિર્ણય લીધો તે સિદ્ધાંતિક હતો. અમે અમારી નીતિ પર આગળ વધ્યા. ટીમ, પસંદગી અને ખેલાડીઓ માટે અમે નિષ્પક્ષ રહેવા માગતા હતા. જોકે તેમાં કોઇ શંકા નથી કે એબી ડિવિલિયર્સ ખૂબ સારા ખેલાડી છે. પણ અમને અમારા નિર્યણ પર કોઇ અફસોસ નથી…