ભાજપના આ સાંસદે જાહેરાત કરી છે કે 2024માં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થઈ જશે!

    ૦૮-જૂન-૨૦૧૯

 
 
ભાજપના ચર્ચિત નેતા અને યુપી વિધાનસભાના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર 2024માં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થઈ જશે. વિવાદાસ્પદ નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચામાં રહેતા બલિયા જિલ્લાની બેરિયા વિધાનસભા પરથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે ગુરુવારે રાત્રે પોતાના નિવાસસ્થાન પર પત્રકારોને જણાવ્યુ હતુ કે 2024માં આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના છે. પુરી સંભાવના છે કે 2024માં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થઈ જશે.
ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પછી હવે સુરેન્દ્ર સિંહે પં. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું છે. પહેલા સાક્ષી મહારાજે મમતાની તુલના હિરણ્યકશ્યપના વંશજો સાથે કરી હતી અને હવે સુરેન્દ્ર સિંહે મમતાની તુલના લંકિની સાથે કરી છે.

૨૦૨૪ સુધી ભારત બનશે હિન્દુ રાષ્ટ્ર

 
સુરેન્દ્રસિંહે દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર 2024માં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થઈ જશે.તેમણે કહ્યું કે આ વખતે એવી પૂરી સંભાવના છે કે ભારત હવે હિન્દુરાષ્ટ્ર જાહેર થાય.
 

નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ સાથે…

 
આટલુ કહ્યા પછી સુરેન્દ્રસિંહ રોકાયા નહી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી અને કહ્યું કે મોદી રૂપી રામ તૃણમૂલ કોંગ્રેસમાંથી જ કો વિભિષણને શોધી ચૂંટણી કરાવશે અને તેને પશ્ચિમ બંગાળની સત્તા સોંપશે. રાહુલ ગાંધી વિશે તેમણે જણાવ્યું કે તેમના ભાગ્યમાં વડાપ્રધાન બનવાનું લખ્યું જ નથી.