ટ્રમ્પ સામે વંટોળ જ્યારે દ્વેષભાવ રાષ્ટ્રવાદ પર હુમલા કરે છે

    ૧૦-જુલાઇ-૨૦૧૯   

 
# અમેરિકામાં ટ્રમ્પની જીત થતાં તેમની વિરુદ્ધ ભયાનક હદે (HATE CAMPAIGN) ધિક્કાર આંદોલન શરૂ થયું હતું.
 
# ગાયિકા મેડોનાએ ટ્વીટ કરી હતી કે અમેરિકામાં આ નવા પ્રકારની આગ (FIRE) છે.
 
# વિખ્યાત લેખક સ્ટીફન કિંગે લખ્યું ‘મને મારા જીવનમાં આટલો ડર ક્યારેય નથી લાગ્યો.’
 
# પ્રખ્યાત એક્ટર રોબર્ટ ડી. નીરોએ કહ્યું કે, ‘મારૂં ચાલે તો ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા પર એક મુક્કો મારી દઉં.’
 
# ગુગલ પર IDIOT સર્ચ કરો તો ટ્રમ્પનો ફોટો આવી જાય તેવી ચાલાકી પણ થઈ.
 
# ટ્રમ્પની દિકરી ઈવાન્કાને એક વખત જેટ પ્લેનમાં બેઠેલી જોતાં એક અમેરિકન પ્રવાસી જેટમાંથી ઉતરી પડ્યો અને બોલ્યો, આના બાપના કારણે આખું અમેરિકા બદનામ થઈ રહ્યું છે...
 

# ટ્રમ્પ સામેનું આ ધિક્કાર આંદોલનને શું બે વૈચારિક ધ્રુવો વચ્ચેની લડાઈ ગણવી કે પછી ટ્રમ્પના રાષ્ટ્રવાદ સામેનો સંઘર્ષ ?

અમેરિકામાં તા. ૯ નવેમ્બર, ૨૦૧૬ના રોજ આવેલા ચૂંટણી પરિણામમાં ઓબામા અને હિલેરી ક્લિન્ટનની ડેમોક્રેટીક પાર્ટી હારી ગઈ. પરિણામ પછી પદત્યાગ કરતી Fare-well speechમાં ઓબામા અનોખા આકર્ષક ઢંગથી બોલ્યા કે, ‘અમેરિકામાં કોઈ બરાક હુસેન, બ્રાઉન, મેક્સિકન કે યહૂદી પણ પ્રેસિડેન્ટ બની શકે છે.’ ઓબામાએ પોતાના આ ભાષણમાં અમેરિકી જીવનના ખુલ્લાપણાને જે રીતે પ્રસ્તુત કર્યું તે જોતાં અમેરિકનોની સર્વસમાવેશક વૃત્તિ દાદ માગી લે તેવી જણાઈ હતી.
પણ ઓબામાની આ આકર્ષક વાતો ટ્રમ્પના વિજય બાદ તુર્ત જ સાવ પોકળ સાબિત થતી દેખાઈ. એટલું જ નહીં તેથી ય આગળ અમેરિકનોનો ટ્રમ્પ પ્રત્યેનો હળાહળ દ્વેષભાવ સભ્યતાની સીમારેખાઓને ઓળંગી સાવ અભદ્ર સ્વરૂ‚પે પ્રગટ થતો આખા જગતે જોયો. ચૂંટણીમાં લોકોએ આપેલા ચુકાદાને માનભેર માથે ચઢાવવાને બદલે જે પ્રકારનું ‘ધિક્કાર આંદોલન’ (Hate Compaign) અમેરિકામાં ચાલ્યું તેણે અમેરિકાની પોલ ખોલી નાખેલી.
 

 
 
અમેરિકામાં કોઈ ગોરો બ્રાઉન, બ્લેક, મેક્સિકન કે યહૂદી પ્રેસિડેન્ટ બની શકે છે તેવી ગર્વભેર ઘોષણા કરવાવાળા ઓબામા ચૂંટણી પરિણામ પછી તરત જ આક્રોશપૂર્વક બોલી ઊઠેલા કે, ‘ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માટે સાવ અયોગ્ય (Unfit) છે. (યાદ કરો, મનમોહનસિંહ પણ ૩ જાન્યુ. ૧૪ના રોજ બોલી ઊઠ્યા હતા કે It will be disastrous for the country to have Modi as a prime minister. ટ્રમ્પની સાથે જે વર્તાવ થઈ રહ્યો છે તેવો જ વર્તાવ ભારતમાં મોદીજી સાથે થઈ રહ્યો છે.)
 
પરિણામના બીજા જ દિવસે એટલે કે ૧૦ નવેમ્બરે Trump – Not my President લખેલાં બેનરો લઈ અમેરિકામાં ઠેર ઠેર પ્રદર્શનો થયાં અને હજારો લોકોએ No Fascist in USA જેવાં સૂત્રો પોકારેલાં.
 

 
 
***
 
#  શિકાગોના ટ્રમ્પ ટાવરને લોકોએ બંધ કરાવી દીધું.
  
#  હોલીવૂડના અનેક એક્ટર, એક્ટ્રેસો ટ્રમ્પના વિરોધમાં બહાર આવી ગયાં.
 
#  વિખ્યાત પોપ ગાયિકા લેડી ગાગા ટ્રમ્પનો વિરોધ કરવા રસ્તા ઉપર ઊતરી આવી.
 
#  હેરી પોટરની જગવિખ્યાત લેખિકા જે. કે. રોલીંગે કહ્યું, ‘ટ્રમ્પના વિરોધમાં આખા દેશે એક સાથે ઊભા રહેવું જોઈએ.’
 
# અભિનેત્રી અને ગાયિકા મેડોનાએ ટ્વીટ કરી હતી કે ‘અમેરિકામાં આ નવા પ્રકારની આગ (Fire) છે. (યાદ કરો કે નસી‚દ્દીન શાહે મોદીજીને જીન સાથે સરખાવતાં કહ્યું હતું કે ‘જહર ફેલ ચુકા હૈ. ઇસ જીનકો બોટલ મેં બંધ કરના મુશ્કિલ હૈ.’)
 
#  કોમેડી એક્ટર બેન સ્ટીલરે ટ્વીટ કરેલી કે, ‘આ તો દુ:સ્વપ્ન છે.’
 
# ઓસ્કાર વિજેતા જેનિફર લોરેન્સે લખેલું કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનવાના હોય તો પછી અમેરિકાનો અંત નક્કી જ સમજો !
 
# વિખ્યાત લેખક સ્ટિફન કિંગે લખ્યું, ‘મને મારા જીવનમાં આટલો ડર ક્યારેય નથી લાગ્યો. (યાદ કરો - આમિર ખાન, શાહરૂખે કહ્યું હતું કે તેમને આ દેશમાં ડર લાગે છે.)
 
# પ્રખ્યાત એક્ટર રોબર્ટ ડી. નીરોએ કહ્યું, ‘મારું ચાલે તો ટ્રમ્પના ચહેરા પર એક મુક્કો મારી દઉં.’ (યાદ કરો મણિશંકર ઐય્યર તા. ૨૯ ઑગસ્ટ, ૨૦૧૪ના રોજ બોલેલા કે, ‘મોદીને હું સમંદરમાં ડુબાડી દઈશ.’)
 
# ટ્રમ્પની જીત પછી ૭ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ Time મેગેઝીનનો Person of the year નો ઇલકાબ ટ્રમ્પને મળ્યો તે પછી ઝશળય મેગેઝીને અંકના કવર પેજ પર લખ્યું, - Trump, the President of divided America (યાદ કરો, આ જ મેગેઝીને ૧૦ મે, ૨૦૧૯ના અંકમાં મુખપૃષ્ઠ પર મોદીજીને ઉશદશમયિ શક્ષ ભવશયર કહ્યા હતા.)
 
# ૨૦ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ વોશિંગ્ટનમાં ટ્રમ્પ શપથ લઈ રહ્યા હતા ત્યારે ટ્રમ્પના વિરોધીઓએ જે અમેરિકન નાગરિકો શપથવિધિમાં જઈ રહ્યા હતા તેમના પર ઈંડાંનો મારો ચલાવ્યો હતો. આ લોકોએ પ્રેસ ક્લબના મકાનની પાસે આગ પણ લગાડી હતી. આ લોકોએ Trump, Go Backના નારા પણ લગાવ્યા હતા. વિરોધ કરવામાં હોલિવૂડના જાણીતા કલાકારો મોખરે હતા.
 
# શપથવિધિ વખતે ૧૦ લાખ જેટલા લોકો ઉપસ્થિત હોવા છતાં ખાલી ગ્રાઉન્ડના ફોટા મીડિયાએ બતાવ્યા.
 

 
 
# ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં મેમોન ક્વૉયર ગ્રુપ (સંગીતવૃંદ) પોતાનો કાર્યક્રમ રજૂ કરવાનું હતું પણ અણીના સમયે સંગીતવૃંદના મુખ્ય ગાયક જેન ચેમ્બરલેને આ સમારંભમાં ગાવાનો ઇનકાર કરી દીધો. તેણે આ ગ્રુપમાંથી રાજીનામું પણ આપી દીધું અને ફેસબુક પર લખ્યું હતું કે પોતે ટ્રમ્પ માટે ન ગાઈ શકે. ટ્રમ્પ માટે ગાવું એટલે સરમુખત્યારના વલણને ટેકો.
 
# હ્યુમન રાઈટ્સ વોચ ૨૦૧૭ના અહેવાલમાં ટ્રમ્પ જેવા નેતાને ‘પોપ્યુલિસ્ટ’ કહી ટિપ્પણી કરી કે આ ‘પોપ્યુલિસ્ટ’ નેતાને કારણે માનવાધિકાર આંદોલન તથા લોકશાહી વ્યવસ્થા માટે જોખમ ઊભું થશે. ‘૭૦૦ પાનાંના રિપોર્ટમાં લખ્યું હતું કે, ટ્રમ્પને મળેલી સફળતા એક ખતરનાક માણસ માટે લોકોના મોહ (Charm)નું કારણ છે.’ (યાદ કરો કે લાલુએ મોદીજીને બ્રહ્મપિશાચ શૈતાન કહ્યા હતા અને મમતાએ સુપર ઈમરજન્સી શબ્દ વાપર્યો હતો.)
 

 
 
# બુકર પ્રાઇઝ વિજેતા પોલ બેટ્ટીએ કહ્યું, ‘ટ્રમ્પ અનેક વચનો આપનાર CARના સેલ્સમેન જેવા છે.’ (યાદ કરો કે ૧૭મી લોકસભાની ચૂંટણીમાં પરાજય પછી રાજસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, ‘મોદીજી અચ્છે સેલ્સમેન હૈ, વે અપની પ્રોડક્ટ બેચ પાયે હૈ.’)
 
ધિક્કાર આંદોલનની આ રફ્તાર આટલેથી અટકી નથી. હજુ એક પછી એક ઘટનાઓ રસપ્રદ ઢંગથી આગળ ધપી હતી.
# પ્રમુખ બન્યા પછી ટ્રમ્પનું સ્વાસ્થ્ય પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) પ્રથમવાર ૨૦૧૮માં કરવામાં આવ્યું. તો સોશિયલ મીડિયા પર વિરોધીઓએ નોંધ મૂકી કે ટ્રમ્પનું માનસિક પરીક્ષણ થવું જોઈએ. (યાદ કરો કે કેજરીવાલે પણ તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ મોદીજીને મનોરોગી કહ્યા હતા.) ટ્રમ્પની મેન્ટલ ફીટનેસનો મુદ્દો ઊભો કરી રાષ્ટ્રના વડાનું ભારે અપમાન અમેરિકનોએ કરેલું.
 
સાવ મજાકીયાવૃત્તિથી દેશના વડાને ઘૃણાસ્પદ રીતે અપમાનિત કરવાના અનેક પ્રસંગો અમેરિકામાં બન્યા હતા.
 
# સપ્ટેમ્બર ૧૭માં અમેરિકામાં ‘ઈરમા’ નામનું વિનાશકારી વાવાઝોડું આવ્યું તો ટ્રમ્પ વિરોધી લોકોએ આ વાવાઝોડાનું ‘ઈરમા’ નામ બદલીને ટ્રમ્પની દીકરી ‘ઇવાન્કા’ના નામે રાખવાનું અભિયાન ચલાવ્યું, જેમાં દસ હજાર કરતાં પણ વધારે લોકોએ હસ્તાક્ષર કર્યા હતા.
 
# google પર Ediot સર્ચ કરો તો ટ્રમ્પનો ફોટો આવી જાય તેવી ચાલાકી પણ કરવામાં આવી હતી.
 

 
 
# ટ્રમ્પની દીકરી ઇવાન્કાને એક વાર જેટ પ્લેનમાં બેઠેલી જોતાં એક અમેરિકન પ્રવાસી જેટમાંથી ઊતરી પડ્યો અને કહ્યું, ‘આના બાપને કારણે આખું અમેરિકા બદનામ થઈ રહ્યું છે.’
 
# અમેરિકી ફેશન રીટેઈલર નોર્ડ સ્ટ્રોમે ટ્રમ્પની દીકરી ઇવાન્કાની કંપનીની તમામ પેદાશો પોતાના સ્ટોરમાંથી હટાવી દીધી.
 
# હેટ કેમ્પેનમાં બ્રિટન પણ જોડાયું હતું. બ્રિટનની એલીસ નામની યુવતીને કેન્સરની ગાંઠ થઈ તો એલીસે ટ્રમ્પ પ્રત્યેનો તિરસ્કાર પ્રગટ કરવા પોતાને થયેલી કેન્સરની ગાંઠને ‘ડોનાલ્ડ ટ્રમ્પ ટ્યુમર’ એવું નામ ટ્વીટ કર્યુ.
 
# ટ્રમ્પની મજાક કરવા ટ્રમ્પના નિવાસસ્થાને વ્હાઇટ હાઉસ પાસેના બગીચામાં ટ્રમ્પની હેરસ્ટાઇલ ધરાવતું એક સસલું ગોઠવી સાર્વજનિક રમૂજ પણ ઊભી કરાઈ હતી.
 
# USના એક પ્રાંતમાં એક પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાયો હતો કે ઓછામાં ઓછા શબ્દોમાં રમૂજી ટૂચકો લખો. આ પ્રશ્ર્નના જવાબમાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ લખ્યું, Our President, Trump અને ટ્રમ્પની તસવીર પણ પ્રગટ કરી જે ૧૯/૧૦/૨૦૧૮ના એક ગુજરાતી વર્તમાનપત્રમાં પ્રગટ થઈ હતી.
 

 
 
# શિકાગોમાં ટ્રમ્પ જેવી ટોપી પહેરવા બદલ ૧૨ વર્ષના ગેબીન નામના એક કિશોરની સ્કૂલ-બસમાં જ ધોલાઈ કરવામાં આવી હતી.
 
# સૌથી આશ્ર્ચર્યજનક અને હીન કક્ષાની મજાક એક પત્રકારે કરી હતી. તા. ૧ મે, ૨૦૧૯ની તારીખ ધરાવતા એક અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ પર સમાચાર છપાયા કે ટ્રમ્પ હવે રાષ્ટ્રપ્રમુખ નથી. તેઓ વ્હાઇટ હાઉસ છોડી ગયા છે. હવે કટોકટીનો અંત આવ્યો છે. ટ્રમ્પ શાસન પૂરું થવાથી દુનિયાભરમાં ઉજવણીનો માહોલ છે. અલબત્ત, આ સમાચાર પત્ર જ નકલી હતું અને તેમાં છપાયેલા સમાચાર Fake - સાવ જૂઠા હતા.
 
કોઈ પણ દેશના વડાની આટલી ભદ્દી મજાક દુનિયાના કોઈ દેશમાં થઈ હોય તે આપણી જાણમાં નથી. પ્રશ્ર્ન એ થાય છે કે અનેક ગુણો ધરાવતી અમેરિકન પ્રજા આટલી નિમ્ન કક્ષાએ કેમ પહોંચી ગઈ ? આના સંદર્ભમાં કેટલાંક તારણો ઉપર આવી શકાય.
 
કેટલાક સમયથી વૈશ્ર્વિક આતંકવાદ, ટ્વીન ટાવરની ઘટના, પરદેશીઓની ઘૂસણખોરીથી સમગ્ર યુરોપ અને અમેરિકામાં રાષ્ટ્રવાદનો વંટોળ ઊપડ્યો છે. અમેરિકી યુવાનો માટે રોજગારીની ઘટતી તકોની પરિસ્થિતિને ટ્રમ્પે પોતાનું હાથવગું હથિયાર બનાવી રાષ્ટ્રહિત જેવા લાગણીપ્રધાન મુદ્દાને આગળ કરી પ્રજા પર સંમોહન પણ કર્યું. જેનાથી ચિંતિત થઈ ટ્રમ્પના વિજય બાદ Post truth શબ્દનો વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો. Evan Davis એ Post truth નામનું પુસ્તક લખ્યું છે. Post truth એટલે એવો મુદ્દો જેમાં સત્ય પાછળ રહી જાય છે અને લાગણી સાથે જોડાયેલા મુદ્દા આગળ થઈ જાય છે અને લોકોને પ્રભાવિત કરે છે. કેટલાક વિવચકોએ ટ્રમ્પ અને મોદીજીને આ Post truth સાથે જોડ્યા છે.
 

 
 
America First તથા By American Hire American જેવાં સૂત્રો અમેરિકાને પચ્યાં નથી. ત્યાંની પ્રજાને ટ્રમ્પનો રાષ્ટ્રવાદ બિહામણો અને સંકુચિત દેખાઈ રહ્યો છે. કહેવાતી વિશ્ર્વવાદી અને અતિ માનવતાવાદી તેમની પ્રકૃતિને આ સૂત્રો કઠોર, પુરાતનવાદી, પક્ષપાતી, કટુતાપૂર્ણ અને સ્થાપિત અમેરિકન મૂલ્યોથી વિપરીત દેખાય છે. અમેરિકન પ્રજા પોતાને વિશ્ર્વની સુપ્રીમ પ્રજા માને છે. અમેરિકનો ટ્રમ્પની નીતિ-રીતિને પોતાના અસ્તિત્વ અને ઓળખ (Identity) સામેનો પડકાર માને છે તેથી ત્યાં આટલો બધો આક્રોશ જોવા મળે છે. કેટલાક નિરીક્ષકોની દૃષ્ટિએ ઓબામાની રાજનીતિ, એમ્નેસ્ટી ફર્સ્ટ હતી, જ્યારે ટ્રમ્પની રાજનીતિ America First છે.
 
બીજું તારણ એ છે કે અમેરિકા રાષ્ટ્ર સ્પષ્ટ રીતે વસાહતી રાષ્ટ્ર છે. ઈ.સ. ૧૪૯૨માં અમેરિકા ખંડ શોધાયા બાદ યુરોપ ખંડની અનેક પ્રજાઓએ આ ભૂમિ પર વસાહતો સ્થાપી. આ બધી પ્રજાઓની રાષ્ટ્રીયતાઓ અલગ અલગ હતી, પરંતુ કાળક્રમે Anglo-Sexon Culture ત્યાંનો રાષ્ટ્રવાદ બની ગયું. તે પછી પણ દુનિયાની પ્રજાઓ રોજી, રોટી, સ્થિરતા, શાંતિ મેળવવા માટે ધોધસ્વ‚પે આ દેશમાં ઠલવાઈ રહી છે. વર્તમાનમાં અમેરિકા બે છાવણીઓમાં વહેંચાયેલું દેખાય છે.
અમેરિકામાં અન્ય દેશોમાંથી આવેલા લોકો, મેક્સિકનો, ઘૂસણખોરો, હિસ્પેનિક લોકો, અશ્ર્વેતો, મુસ્લિમો, નોન એન્ગલો-સેક્સન પ્રજાઓ, (LGBT) લેસ્બિયનો, ગે, બાય પોલર, ટ્રાન્સજેન્ડર વગેરે જૂથો, નિગ્રો, છૂપા કમ્યુનિસ્ટો કે બ્રાઉન લોકોની એક છાવણી છે, તો બીજી છાવણીમાં એન્ગલો-સેક્સન પ્રજા, ચર્ચ, પુરાતનવાદીઓ, નૈતિક મૂલ્યોના આગ્રહી લોકો, સંરક્ષણવાદી ઉદ્યોગપતિઓ - વેપારીઓનો સમાવેશ છે. રાજનીતિ ક્ષેત્રે પહેલી છાવણી ઓબામાના ડેમોક્રેટિક પક્ષનો જનાધાર છે, જ્યારે બીજી છાવણી ટ્રમ્પ જેવા રિપબ્લિકનોને ટેકો આપે છે.
 
તો શું એવા તારણ પર આવી શકાય કે અમેરિકામાં વર્તમાનમાં ચાલતો દ્વેષભાવ બે ધ્રુવો વચ્ચેની લડાઈ છે ? શું બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે ? કે રાષ્ષ્ટ્રવાદ સામેની લડાઈ છે ?
 
અમેરિકામાં બનેલી કેટલીક ઘટનાઓ આ મુદ્દાને વધારે સ્પષ્ટ કરે છે. અમેરિકામાં રહેતા અશ્ર્વેતોના મનમાં ગોરા અમેરિકનો પ્રત્યેની કટુતાનો એક પ્રસંગ જોઈએ. અમેરિકાના એક મોભાદાર અશ્ર્વેત નેતા ફ્રેડરિક ડગ્લાસને ઘણા સમય પૂર્વે અમેરિકાના સ્વાતંત્ર્યદિન ૪ જુલાઈના રોજ એક કાર્યક્રમમાં વક્તવ્ય આપવાનું નિમંત્રણ આપવામાં આવ્યું તો તેમણે આ સ્વાતંત્ર્યદિન ઉજવણીનો બહિષ્કાર કરતા કહ્યું, ‘અમારે અશ્ર્વેતોને ૪ જુલાઈની ઊજવણી સાથે શું નિસ્બત?’ આ મનોદશા છે અમેરિકાના અશ્ર્વેતોની કે જેઓ ડેમોક્રેટોને ટેકો આપે છે.
 
બીજી એક ઘટના જોઈએ. ટ્રમ્પે મેક્સિકન સરહદે ઘૂસણખોરોને અટકાવવા દિવાલ બાંધવા પાંચ અબજ ડોલરની કરેલી માગણીને રિપ્રેઝેન્ટેટિવ હાઉસે નામંજૂર કરી તો વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સને પ્રગટ પણે કહેવું પડ્યું કે, ‘ઓબામાના આ ડેમોક્રેટોને દેશની સલામતીને બદલે ઘૂસણખોરોમાં વધારે રસ છે.’
 

 
 
તાજેતરમાં બનેલો એક પ્રસંગ ચોકાવનારો છે. ૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ અમેરિકાના સ્વાંતત્ર્યદિનની ઊજવણી વોશિંગ્ટનમાં થઈ રહી હતી તે સમયે ટ્રમ્પનો વિરોધ કરવા આવેલા વિરોધીઓએ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ બાળ્યો. રાષ્ટ્રધ્વજ બાળવાની આ ઘટનાથી વિરોધીઓની વિકૃત માનસિકતાની કલ્પના આપણને આવી શકે છે.
 
ઉપરની ઘટનાઓ એક છાવણીની માનસિકતા બતાવે છે. તો બીજી બાજુ ટ્રમ્પે બળકટ રાષ્ટ્રવાદને પોતાની નીતિ બનાવી છે. સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં સંબોધન કરતાં ટ્રમ્પે દેશના નાયકો, વીરપુરુષો, બલિદાન આપનાર સેનાપતિઓને યાદ કરીને તેમને સલામી આપી હતી. તેમણે અમેરિકાના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરી પૂર્વજોને અંજલિ આપવા એલાન કર્યું હતું.
હવે ૨૦૨૦માં અમેરિકામાં આગામી ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. આ ચૂંટણીમાં અમેરિકનો કઈ દિશા પકડશે તે તો ભવિષ્ય જ કહી શકશે, પણ આવેલાં પરિણામો વિશ્ર્વનાં અનેક રાષ્ટ્રોને નવી દિશા આપશે તે નક્કી.
 
(લેખક સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે)