@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન ભારત વિરોધી કામો થઈ રહ્યા છે…!!

ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન ભારત વિરોધી કામો થઈ રહ્યા છે…!!


 
ક્રિકેટ વર્લ્ડ કપ હવે પૂર્ણ થવા આવ્યો છે. સેમી ફાઈનલની બે મેચ અને ૧૪ જુલાઈએ ફાઈનલ. એવું કહી શકાય કે વર્લ્ડ કપ તેના રોમાંચક મોડમાં છે. હવે વર્લ્ડ કપની મેચ હોય, ભારત જેવી ટીમ ફાઈનલ સુધી પહોંચવાની આશા હોય એટલે સ્વાભાવિક છે ભારત સહિત દુનિયાની આંખો આ મેચ તરફ હોય જ. દુનિયાના કરોડો લોકો વર્લ્ડ કપની મેચ જોઇ રહ્યા છે. આવા સમયે જરા વિચાર કરો તમારી વાત આ કરોડો લોકો સુધી પહોંચાડવી હોય તો શું કરાય…? પહેલો માર્ગ છે જાહેરાત. જેના પર આ કપનું આખું આર્થિક માળખું ટકેલું છે. બીજો માર્ગ એવો છે કે મેચ ચાલતી હોય ત્યાં જઈને કંઇક ઉટ-પટાંગ હરકત કરો. કેમેરામેન કે મીડિયા વાળા જોઇ લેશે તો તમને થોડું કવરેજ આપી દેશે.
 

 
 
આ તો થઈ પ્રચારની વાત પણ અહીં દુઃખની વાત એ છે કે આનો ફાયદો કેટલાંક અલગાવવાદીઓ લઈ રહ્યા છે. કેટલાંક લોકો માટે વર્લ્ડ કપની મેચો પોતાના પ્રદર્શનની ભૂમિ બની ગઈ હોય તેવું લાગે છે. લોકો પોતાનો એજન્ડા અહીં રજૂ કરી રહ્યા છે. દુનિયાના કરોડો લોકો મેચ જોઇ રહ્યા હોય ત્યારે કંઇક ઉટ-પટાંગ હરકત કરી કે નારા લગાવી કે પોસ્ટર લગાવી પોતાની વાત દુનિયા સમક્ષ મુકી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. આ વર્લ્ડ કપમાં આવું એકવાર નહિ પણ ત્રણવાર થયું છે અને તેમાં દરેક વખતે ભારત વિરોધી કામ થઈ રહ્યું હોય તેવું વધારે લાગે છે. શું બની રહ્યું છે ? વાંચો…
 

ભારત – ન્યુઝીલેન્ડ પહેલી સેમીફાઈનલ India vs New Zealand

 
આ મેચ તો વરસાદના કારણે એક દિવસ માટે સ્થગિત થઈ પણ આ મેચ દરમિયાન કંઇક એવું થયુ કે જેને યોગ્ય કહી ન શકાય. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કેટલાંક સિખ યુવાનો મેચ જોવા આવ્યા હતા. મેચ દરમિયાન તેઓ નારા લગાવતા હતા. પહેલા તો લોકોને કે સુરક્ષામાં હાજર પોલીસને કંઇ ખબર ન પડી. પણ પછી તેમના નારાઓ પર ધ્યાન આપવામાં આવ્યું તો ખબર પડી કે આ તો ભારત વિરોધી નારા લગાવી રહ્યા છે. નારા પણ કેવા? ભારતીય ટીમ કે ક્રિકેટ વિરોધી નહી પણ અલગાવવાદને પ્રોત્સાહન આપતા નારા. આ યુવાનો અલગ ખાલિસ્તાનની માંગ કરતા નારા લગાવી રહ્યા હતા. તેમને અલગ ખાલિસ્તાન જોઇએ છે. તેઓ જે ટી-શર્ટ પહેરીને આવ્યા હતા તેના પણ આ સિખ યુવાનો પોતાનો એજન્ડા લખીને આવ્યા હતા. જોકે પોલીસને ખબર પડી એટલે તેમને નારા લગાવતા રોકવામાં આવ્યા અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.
 

 ૬ જુલાઈના રોજ મેચ દરમિયાન કાશ્મીરની આઝાદી માંગતું પોસ્ટર આ રીતે લહેરાવાયું હતુ.
 

આવું પહેલા પણ થયું છે…

 
નારા બાજીની જેમ પોસ્ટરબાજી પણ મેચ દરમિયાન થઈ છે. આ પોસ્ટરબાજી પણ ગજબની કહેવાય. આવી પોસ્ટરબાજી કોઇ સાધારણ વ્યક્તિ તો કરી જ ન શકે. યાદ છે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ. આ મેચ ચાલુ હતી ત્યારે સ્ટેડિયમ ઉપરથી એક ચાટર્ડ પ્લેન ચારથી પાંચવાર પસાર થયું. આ પ્લેનની પાછળ લહેરાતું એક ખૂબ મોટું પોસ્ટર પણ હતું. જેમાં કાશ્મીરની આઝાદીની વાત અને મોબલિંચિંગની વાત લખવામાં આવી હતી.
 

 આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે Justice For Kashmir
 

BCCI એ આ માટે ICC સામે નારાજગી દર્શાવી છે

 
ઉલ્લેખનીવાત એ છે કે ઇંગ્લેન્ડમાં જ્યા આ પ્લેન ઉડ્યા ત્યાં આજુબાજુમાં પાકિસ્તાની લોકોની વસ્તી વધારે છે. આ રીતે મેદાનની ઉપર એક સંદેશા સાથે પ્લેન ઉડાવવા એ સાધારણ વાત ન કહેવાય. આ લોકોની મદદ વગર કદાચ આ શક્ય નથી. આ પોસ્ટરોને લઈને બીસીસીઆઈએ પણ નારાજગી વ્યક્ત કરી છે. આની નોંધ પણ ગંભીરતાથી લેવામાં આવી છે. એટલે જ જ્યારે ૯ જુલાઈએ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ રમાઈ તો સ્ટેડિયમના વિસ્તારને “નો ફ્લાઈ જોન” જાહેર કરવામાં આવ્યો. એટલે કે સ્ટેડિયમની ઉપરથી કોઇ ફ્લાઈટ કે વિમાન પસાર થાય તો તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. પણ આ વખતે આવું કઈ ન થયુ પણ કેટલાક લોકો અલગ ખાલિસ્તાનની માંગ સાથે સ્ટેડિયમાં જ પહોંચી ગયા.
 

 બે પોસ્ટર જે મેચ દરમિયાન લહેરાવાયા...