મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં આ ભૂમિકા નક્કી થઈ ગઈ છે જાણો વેસ્ટઈન્ડીઝના પ્રવાસે જશે કે નહી?

    ૧૭-જુલાઇ-૨૦૧૯

 
 
વર્લ્ડ કપ પછી ભારતીય ટીમમાં મહેન્દ્રસિંહ ધોની રહેશે કે કેમ? એવા પ્રશ્નો હવે ચર્ચાવા લાગ્યા છે ત્યારે એક સમાચાર આવ્યા છે જેમાં હવે ટીમમાં ધોનીની ભૂમિકા શું રહેશે તે નક્કી થઈ ગયું છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપ ૨૦૧૯ પછી ધોની ક્રિકેટ જગતમાંથી સન્યાસ લઈ લેશે. પણ આવું થયુ નથી.  હવે ટૂંક સમયમાં ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે જવાની છે. તે માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે કે શું ધોનીની પસંદગી આ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે થશે? પણ હવે ચિત્ર સાફ થઈ ગયું છે.
 
વાત એમ છે કે મહેન્દ્રસિંહ ધોની વેસ્ટઈન્ડીઝના પ્રવાસે નહી જાય. ભારત માટે ચાર વર્લ્ડ કપ રમી ચૂકેલા મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની જાતે જ આ પ્રવાસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ધોનીએ પોતાની જગ્યાએ કોઇ સારો અને નવો ખેલાડી જગ્યા બનાવી શકે તે માટે આ નિર્યણ લીધો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રીપોર્ટ પ્રમાણે ધોની થોડા સમય માટે આવું જ કરશે. એનો મતલબ સ્પષ્ટ છે કે ધોની હાલ સંન્યાસ લેવાનો નથી અને ભારતીય ટીમમાં જે બદલાવ થવાનો છે તેમાં પોતાની ભૂમિકા નિભાવશે. એટલે દરેક વખતે ધોની ટીમમાં વિકેટ કીપર તરીકે નહી જોડાય પણ જ્યારે જ્યારે ટીમને તેના અનુભવની જરૂર પડશે તે ટીમ સાથે જોડાશે. એટલે હવે ધોની નવા ખેલાડીને તૈયાર કરવા પર ધ્યાન આપશે.