વિશ્વમાં કયા દેશ પાસે છે સૌથી વધારે સોનું? ભારત તો ૧૦માં સ્થાને છે!

    ૧૯-જુલાઇ-૨૦૧૯

 
આજે જ મીડિયામાં બધે જ હેડલાઈન છે કે સોનાની કિંમતે ભારતમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તે ૩૭ હજારને પાર પહોંચી ગયું છે. જો કે ભારતમાં સોનાની ખાણ નથી પણ છતા સોનાની વાત આવે તો દરેક ભારતીયોની પહેલી પસંદ સોનું જ છે. એવું લાગે જ!
 
શું લાગે છે? ભારત પાસે કેટલું સોનું છે? international financial statistics (imf) એ જમણા જ જુલાઈ ૨૦૧૯નો એક રીપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં કયા દેશ પાસે કેટલું સોનું છે તેની વિગતો આપવામાં આવી છે. આ આઈએમફના રીપોર્ટ પ્રમાણે ભારત પાસે હાલ ૬૧૮.૨ ટન જેટલું સોનું છે. અને આટલા સોનાના ભંડાર સાથે ભારત ૧૦માં નંબરે આવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે એપ્રિલ મહિનાના રીપોર્ટમાં ભારત ૧૧માં સ્થાને હતું હવે ૧૦માં સ્થાને પહોંચ્યું છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે વિશ્વામાં સૌથી વધારે સોનું અમેરિકા પાસે છે. તેની પાસે ૮૧૩૩ ટન સોનું છે. ત્યાર પછી ૩૩૬૭ ટન સાથે જર્મની બીજા નંબરે, ૨૪૫૧ ટન સાથે ઇટલી ત્રીજા નંબરે, ૨૪૩૬ ટન સાથે ફ્રાંસ ચોથા નંબરે આવે છે. જેનું સોનું આપણને ખૂબ ગમે છે તે સાઉદી અરબ ૩૨૪.૧ ટન સાથે આ સૂચિમાં ૧૭માં સ્થાને આવે છે અને હા પાકિસ્તાન પાસે પણ સોનું છે. કેટલું છે? તો ૬૪.૭ ટન અને આટલા સોના સાથે તેનો નંબર ૪૫મો આવે છે.