કેટલા લોકોને ખબર છે કે ટ્રેનમાં ફટાકડા લઈ જવા પર પ્રતિબંધ છે? આજનો આ કિસ્સો સમજવા જેવો છે

    ૧૯-જુલાઇ-૨૦૧૯

 
આજે મીડિયામાં એક સમાચાર છે. ખૂબ નાના છે. એક કોલમમાં જ છપાયા છે પણ અમને લાગે છે કે આ મહત્વના છે.
 
ચાલો જણાવો તો! કેટલાને ખબર છે કે ટ્રેનમાં  ફટાકડા ન લઈ શકાય? તમે કહેશો પ્લેનમાં સાંભળ્યું હતું પણ ટ્રેનમાં? ઘાણાં હશે જે એક શહેરમાંથી બીજા શહેરમાં ફટાકડા ટ્રેન મારફતે લઈ ગયા હશે. મુંબઈમાં મિત્રના લગન હોય અને મિત્ર કહે અમદાવાદથી આવે છે તો થોડા ફટાકડા લેતો આવજે ને! ઘણાં લઈ પણ ગયા હશે!
 
જો આવું થયું હોય યો યાદ રાખો તમે બચી ગયા. ટ્રેનમાં ફટાકડા સાથે પકડાયા હોય યો તમે લાંબી કાયદાકીય મુસિબતમાં ફસાયા હોત. આજના એક સમાચાર મુજબ એકભાઇ સાથે આવું જ થયુ છે. સમાચાર મુજબ જમ્મુમાં રહેતા મિત્રના લગન માટે ફટાકડાં લઈ જતો યુવક અમદાવાદ રેલવે સ્ટેશનેથી પકડાઈ ગયો છે. ગયા ગુરૂવારે બપોરે અમદાવાદ-જમ્મુતાવી એક્સપ્રેસના એસ-૭ કોચમાં રિઝર્વ ટિકિટ હોવાથી આ યુવક પોતાનો સામાન લઈ પ્લેટફોર્મ પર જતો હતો. આવા સમયે ત્યાં હાજર આરપીએફના કોન્ટેબલે તેની તલાસી લીધી તો તેની પાસેથી ફટાકડાનો જથ્થો મળ્યો. તે યુવકને આ ફટાકડા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે આ ફટાકડાં હું જમ્મુમાં રહેતા મારા મિત્ર માટે લઈ જવ છું. તેના લગન છે માટે અહીંથી ફટાકડા લઈ જાવ છું. આથી યુવકને હાલ તો પોલિસ સ્ટેશને લઈ જવાયો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.પણ....
 
તમને જણાવી દઈએ કે ટ્રેનમાં ફટાકડા લઈ જવા પર પ્રતિબંધ છે. જો કોઇ ફટાકડા લઈ જતા પકડાય તો તેને ત્રણ વર્ષની કેદ તેમજ આર્થિક દંડ થઈ શકે છે.