આ વખતનું બજેટ આપણા નાંણામંત્રીએ પોતાના હાથથી કેમ લખ્યું?

    ૨૨-જુલાઇ-૨૦૧૯

 
 
દેશના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં યોજનાઓ સંદર્ભે જે નવું કર્યું હોય તે સમય પ્રમાણે ખ્યાલ આવશે પણ આ યોજનાઓ, લાભ-ગેરલાભની વચ્ચે નાંણામંત્રીએ બીજું અનેક નવું કહી શકાય એવું કામ કર્યુ છે. જેમ કે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં તમે વાચ્યું જ હશે કે આ વખતે બજેટનું નામ “વહીખાતું” રાખવામાં આવ્યું. દર વખતે નાંણામંત્રી એક લેધર બેગમાં બજેટના દસ્તાવેજ ભરીને સંસદમાં તે બજેટ રજૂ કરવા જતા. આ વખતે નાંણામંત્રી બજેટના દસ્તાવેજો એક લાલ કલરના કપડામાં બાંધીને સંસદમાં લઈ ગયા. એકદમ ભારતીય પરંપરા મૂજબ….
 
આ તો ઠીક છે. સારી વાત છે. પણ એક સારી વાત બીજી પણ છે જેના તરફ મીડિયાનું ધ્યાન ઓછું જ ગયું છે. એ વાત એમ છે કે,
સામાન્ય રીતે બજેટની ગોપનીયતા જાળવી રાખવા માટે નાંણામંત્રી પોતાના ડેસ્કટોપ કોમ્પ્યુટર પર આખું બજેટ ટાઈપ કરતા હોય છે. આ ડેસ્કટોપ કોમ્પ્યુટર કોઇ પણ નેટવર્ક સાથે જોડાયેલું હોતું નથી. એટલે સુધી કે તેમાં નેટ કનેક્શન પણ હોતું નથી. વખતે નાંણામંત્રી નિર્મલાજી બજેટને વધુ ગુપ્ત રાખવા માટે એક પગલું બીજું ભર્યુ છે. તેમણે આખે આખું વહીખાતું પોતાના હસ્તાક્ષરમાં કલમ વડે લખી નાખ્યું. ૫ જુલાઈએ સંસદમાં નિર્મલાજીએ જે બજેટ ભાષણ આપ્યુ તે તેમણે પોતાના અક્ષરમાં કલમ વડે લખ્યું હતું. આ એક મોટી સિદ્ધી છે. ૬૦ પાનાના આ ભાષણમાં ૨૦ હજાર કરતા વધારે શબ્દો હતા. મજાક થોડી છે.