બિમાર અકબરુદ્દીન ઓવૈસી શરીરથી સાજો તો થયો પણ મગજ હજી બિમાર છે! ફરી આપ્યુ વિવાદિત બયાન!

    ૨૫-જુલાઇ-૨૦૧૯

 
 
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતા અકબરુદ્દિન ઓવેસી ફરી એકવાર પોતાના વિવાદિત બયાનથી ચર્ચામાં છે. એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવેસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવેસીએ પોતાનું વિવાદિત ૧૫ મિનિટવાળું બયાન ફરી દોહરાવ્યું છે.
 
તેલંગાણાના કરીમનગરમાં એક સભા સંભોધતા તેમણે દેશમાં બનતી મોબ લિંચિંગની ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે મારા ૧૫ મિનિટવાળા બયાનથી  હજી પણ કેટલાંક લોગો ભયભીત છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આરએસએસ, બજરંગ દળ અને ભાજપથી ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય  છે કે ૨૦૧૩માં આપેલું અકબરુદ્દીનનું એ બયાન ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
 
અકબરુદ્દીને ૨૦૧૩માં કહ્યું હતું કે અમે (મુસલમાન) ૨૫ કરોડ છીએ અને તમે (હિન્દુ) ૧૦૦ કરોડ છો. ૧૫ મિનિટ માટે પોલીસને હટાવી દો, જોઇ લઈએ કોનામાં કેટલી હિંમત-દમ છે. અકબરુદ્દીને પોતાના આ બયાનને ફરી યાદ કર્યું છે. આ પહેલા અકબરુદ્દીને વડાપ્રધાન પર પર અનેક વિવાદિત બયાનો આપ્યા હતા.
 
હૈદરાબાદમાં એક જનસભાને સંબોધતા અકબરુદ્દીને જણાવયું હતું કે “મેં ટ્વીટર પર જોયુ કે ચોકીદાર નરેન્દ્ર મોદી, તેમણે પોતાના આધાર કાર્ડ અને પાસપોર્ટના નામ આગળ પણ ચોકીદાર લખી દેવું જોઇએ. દેશને એક વડાપ્રધાનની જરૂર છે, ચાવાળાની કે પકોડાવાળાની જરૂર નથી. તેમને આ કામમાં જ રુચિ હોય તો તે મારી પાસે આવે હું તેમને ચોકીદારની ટોપી અને એક સીટી આપીશ”