હું પહેલા જ રાજીનામું આપી ચુક્યો છું પાર્ટી ઝડપથી અધ્યક્ષ પંસદ કરે - રાહુલ ગાંધી

    ૦૩-જુલાઇ-૨૦૧૯

 
 
રાહુલ ગાંધીએ આજે જય હિન્દ સાથે ટ્વીટર પર એક પત્ર પોસ્ટ કરી જણાવ્યું છે કે હું પહેલા જ રાજીનામું આપી ચુક્યો છું; નવા અધ્યક્ષની પસંદગી માટે પાર્ટી ઝડપથી બેઠક કરે. હું આ આખી પ્રક્રિયામાં શામિલ નથી. કોંગ્રેસની કાર્યશક્તિએ ઝડપથી નિર્યણ લઈ લેવો જોઇએ.
 
રાહુલે ટ્વીટ કરીને પણ જાણ કરીઃ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ચાર પાનાની ચિઠ્ઠી લખીને આ જાણકારી આપી છે. લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ આ નિર્યણ લઈ લીધો હતો. જો કે રાહુલ ગાંધીના આ નિર્યણ બાદ કોંગ્રેસના દિગ્ગજોએ રાહુલને મનાવવા ખૂબ કોશિશ કરી પણ રાહુલ ગાંધી માન્ય નહી અને આજે તેમણે પોતાના રાજીનામાનો પાત્ર ટ્વીટર પર પણ પોસ્ટ કરી દીધો છે.