અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે કર્યું ક્રોસ વોટિંગ? એક જ દિવસમાં કોંગ્રેસના બે ધારાસભ્યોનું રાજીનામું

    ૦૫-જુલાઇ-૨૦૧૯

 
 
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. હવે બન્ને નેતાઓ ભાજપમાં જોડાશે.
 
ગુજરાતમામ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થયા પછી તરત જ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. જોકે હવે આ બન્ને નેતાઓ ભાજપમાં જોડાશે કે કેમ? ક્યારે જોડાશે તેના કોઇ સંકેત મળ્યા નથી. રાજીનામાં બાદ અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે મે રાષ્ટ્રીય નેતૃત્વ ઇમાનદાર નેતૃત્વને ને મત આપ્યો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ નબળું રહ્યું છે. જો આજ રીતે ગમા-અણગમા સાથે રાજનીતિ કરશે તો આગળ નહી આવી શકે. આજે હું બહુ મોટા ભારમાંથી મુક્ત થયો છું. કોંગ્રેસમાં માનસિક ત્રાસ મળ્યો. કોંગ્રેશ હવે ડૂબતી નૈયા છે. અહીં ગુટબાજી છે. આવનારા સમયમાં પ્રજા માટે કામ કરતો રહીશ.
 
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે કોંગ્રેસમાં નાના કાર્યકર્તાઓનું કોઇ સાંભળતું નથી. આગળા પ્રજાના કામ કરવા રાજીનામું આપ્યું છે.
 
આ સંદર્ભે કોંગ્રેસનું કહેવું છે કે આ તેમને ભારે પડશે. પક્ષાંતરણ કરનારા આ ધારાસભ્યો હવે ૬ વર્ષ માટે ધારાસભ્યની ચૂંટણી ન લડી શકે તેવી અમે કાર્યવાહી કરીશું.
 
અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષાંતરણ ધારા અનુસાર ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને ૬ વર્ષ સુધી ધારાસભ્યની ચૂંટણીથી દૂર રહેવાની સજા મળી શકે છે. કાદચ એટલા માટે જ રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા આ બન્ને ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે...