રાજીવ ગાંધીની હત્યા કરનાર નલિની જેલની બહાર કેમ આવી રહી છે?

    ૦૬-જુલાઇ-૨૦૧૯

 

રાજીવ ગાંધીની હત્યા કરનાર નલિની શ્રીહરનને ૩૦ દિવસ માટે જમાનત મળી ગઈ છે. મદ્રાસ હાઈકોર્ટે આ જમાનત આપી છે. નલિનીએ પોતાની દિકરીના લગ્ન કરાવવા માટે છ મહિનાની જામીન માગી હતી. પરંતુ કોર્ટે નિયમોના આધારે તેને એક મહિના માટે રજા આપી છે. આ પહેલા નલિનીને પિતાના અંતિમ સસ્કાર માટે અને ભાઈના લગ્ન માટે એમ બે વાર ખૂબ ઓછા સમય માટે જમાનત મળી હતી. આ ત્રીજીવાર તેને જમાનત મળી છે. ઉલ્લેખનીય છે કે નલિનીનો પતિ મુરુગન પણ રાજીવ ગાંધીની હત્યાના મામલે ઉમરકેદની સજા કાપી રહ્યો છે.
 
ધ હિન્દુ અખબારના રીપોર્ટ પ્રમાણે નલિનીએ ૨૫ ફેબ્રુઆરી જેલ પ્રસાસનને આ માટે અરજી કરી હતી.પણ જામીન ન મળતા મામલો કોર્ટ સુધી પહોંચ્યોહતો. કોર્ટમાં તેણે દિકરીના લગ્ન કરાવવા છ મહિનાની રજા માંગી હતી. હવે કોર્ટમાંથી નલિનીને જામીન તો મળ્યા છે પણ તેને મીડિયા સાથે કે કોઇ નેતા સાથે કે કોઇ સંગઠન સાથે વાતચીત ન કરવાની શર્ત સાથે જામીન મળ્યા છે.

 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૮ વર્ષ પહેલા જ્યારે નલિનીની ધરપકડ થઈ હતી ત્યારે તે ગર્ભવતી હતી. તેણે જેલમાં જ દિકરીને જન્મ આપ્યો હતો. આ દિકરી જેલમાં તેની સાથે ૪ વર્ષ રહી હતી અને પછી તેના દાદા-દાદી આ દિકરીને પોતાના ઘરે શ્રીલંકા લઈ ગયા હતા. હાલ આ દિકરી લંડનમાં છે. આ દિકરી માટે જ છોકરો શોધવા અને તેની સાથે તેના લગન કરાવવા નલિનીએ ૬ મહિનાની રજા માંગી હતી પણ એક મહિની રજા જ તેને મળી છે.