@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ યુનેસ્કો દ્વારા રાજસ્થાનનું જયપુર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર

યુનેસ્કો દ્વારા રાજસ્થાનનું જયપુર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર


 
 
રાજસ્થાન ( Rajasthan ) ની રાજધાની જયપુરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યુ છે. રાજ્ય સરકારે ગયા વર્ષે જ આ માટે યુનેસ્કોને પ્રસ્તાવ મોકલ્યો હતો.
 

 
 
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું એક બીજુ શહેર ઉમેરાઇ ગયું છે. રાજસ્થાનની રાજધાની જયપુર ( jaipur ) શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યુ છે. આ જાહેરાત યુનેસ્કોએ શનિવારે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં હાલ ૩૭ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ છે. જેમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોનનો કિલ્લો પણ સામિલ છે.
 
 
 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જાહેરાત બાદ આ ઉપલબ્ધિ માટે ટ્વીટ કરી શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે “જયપુરનો સંબંધ સંસ્કૃતિ અને શૌર્ય સાથે છે. ઉત્સાહથી ભરપૂર જયપુરની મહેમાનનવાજી લોકોને તેની તરફ ખેંચે છે. આનંદ છે કે જયપુરને યુનેસ્કો ( unesco ) એ વર્લ્ડ હેરિટેજ ( world heritage site ) સાઈટ જાહેર કર્યું છે. ”
 
 
 
જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં પિંક સિટી જયપુરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવા રાજ્ય સરકારે યુનેસ્કોને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. ૨૦૧૭ની ઓપરેશન ગાઈડલાઈન અંતર્ગત એક રાજ્યમાંથી દર વર્ષે એક સ્થળને જ વર્લ્ડ હેરિટેજ જાહેર કરી શકાય છે. જયપુરને હવે આ દરજ્જો મળવવાથી અહિંના પ્રવાસનને વેગ મળશે. લોકોને રોજગાર મળશે. અહીં અન્ય પરંપરાગત કલાઓને પણ ફાયદો થશે…