બ્રિટન : લૈગિક ભેદભાવમાં ૧૫0 વર્ષ બાદ મળી ડોક્ટરની પદવી

    ૦૯-જુલાઇ-૨૦૧૯

L to R: Simran Piya, Megan Cameron, Hikari Sakurai, Violet Borkowska, Mei Yen Liew, Izzie Dighero and Caitlin Taylor collecting the degrees on behalf of the Edinburgh Seven. Photograph: Callum Bennetts/Maverick
 
બ્રિટનનાં એડિનબર્ગ વિશ્વવિદ્યાલયમાં ઈ.સ. 1869માં ઇતિહાસમાં સૌપ્રથમ વખત સાત મહિલાઓએ મેડિકલના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. જો કે તે સમયે આ ક્ષેત્રે માત્ર પુરુષોનો જ દબદબો હોવાથી આ સાતેય મહિલાઓને લૈગિક ભેદભાવનો જબરજસ્ત સામનો કરવો પડ્યો. અન્ય પુરુષ સાથીઓનો એટલો વિરોધ થયો કે તે તમામ વિદ્યાર્થિનીઓની ડોક્ટરીની પદવી રોકી દેવાઈ. જેની સામે આ વિદ્યાર્થિનીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો. મહિલાઓની આ લડાઈને રાષ્ટ્રીયસ્તરે સમર્થન મળ્યું અને વિશ્વવિદ્યાલયમાં મહિલાઓનાં પ્રવેશને લઈ કાયદો બન્યો. આ ઘટનાનાં 150 વર્ષ બાદ મેરી એડરસન, એમિલી બોવેલ, મટિલ્ડા ચેપલિન, હેલેન ઇવાંસ, સોફિયા જેક્સબ્લેક, એડિથપેચી અને ઈસાબેલ થોર્ન નામની વિદ્યાર્થિનીઓને મરણોપરાંત માનત સ્નાતકની પદવી આપવામાં આવી છે.

મોટાભાગના પશ્ચિમી દેશોમાં મહિલાઓને મતદાનનો અધિકાર પણ ૨૦મી સદીની આસપાસ મળ્યો છે

 
ઉલ્લેખનીય છે કે મહિલા અધિકારોની વાતો કરતા મોટાભાગનાં પશ્ચિમી દેશોમાં મહિલાઓને મતદાનનો અધિકાર પણ ૨0મી સદીની આસપાસ મળ્યો હતો. મહિલાઓને આ અધિકાર ન્યુઝીલેન્ડમાં છેક 1993, ઓસ્ટ્રેલિયામાં 1902, ફિનલેન્ડમાં 1906 તો અમેરિકામાં છેક 1906માં મળ્યો હતો. જ્યારે ભારતમાં આઝાદી બાદ તરત જ મહિલાઓને આ અધિકાર મળી ગયો હતો.