ટ્વીટર પર લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે મોહમ્મદ સામીને કેમ ન રમાડ્યો….?

    ૦૯-જુલાઇ-૨૦૧૯

 
વર્લ્ડ કપ ૨૦૧૯ની પહેલી સેમી ફાઇનલ આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. મેચ આજે માન્ચેસ્ટરમાં છે. કોમેન્ટેટર્સ કહે છે કે અહીં ભારતીય ટીમને ચીયર્સ કરવા એટલા ભારતીયો આવ્યા છે કે અહીં આવનારી તમામ ટ્રેન મુંબઈ લોકલ જેવી લાગતી હતી.
 
જોકે મેચ શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને ન્યુઝીલેન્ડએ પહેલા બેટિંગ કરવાનો નિર્યણ લીધો છે. ૧૯ ઓવર સુધીમાં ન્યુઝીલેન્ડે બે વિકેટ ખોઇને ૭૧ રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં બુમરાહ અને ભુવનેશ્વરની ઘાતક બોલિંગના કારણે પહેલી બે ઓવર મેડન ગઈ અને ન્યુઝીલેન્ડ માટે પહેલી બાઉન્ડ્રી આઠમી ઓવરની પાંચી બોલે આવી.
 
આ તો થઈ અત્યાર સુધીની વાત. પણ હાલ #Shami ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જણાવી દઈએ કે મેચમાં ઇનફોર્મ મોહમ્મદ શામીને ટીમ ૧૧ માં સામિલ કરવામાં આવ્યો નથી. વર્લ્ડ કપમાં ભુવનેશ્વર ઇજાના કારણે બહાર થયો તે પછીની મેચમાં શામીને મેચમાં રમાડાયો હતો. ઉલ્લેખનીય વાત એ છે કે સામીએ આ વર્લ્ડ કપમાં રમેલી પાંચ મેચમાં ૧૪ વિકેટ લીધી છે. હવે જ્યારે ભુવનેશ્વર ટીમાં આવી ગયો છે તો મોહમ્મદ શામીને મેચમાંથી ડ્રોપ કરાયો છે. આથી લોકો ટ્વીટર પર #Shami લખીને #BCCI અને ભારતીય ટીમને પ્રશ્ન પુછી રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે કે કેમ શામી બહાર છે?