એક ગૌ-રક્ષક માર્યો ગયો છે - એક ગૌ-તસ્કર માર્યો ગયો હોત તો?!!

    ૦૧-ઓગસ્ટ-૨૦૧૯

 
 
ફરીદાબાદના હોડલ પાસેના સૌંધ ગામમાં એક ગૌ-રક્ષકને ગૌ-તસ્કરોએ ગોળી મારી દીધી છે. ગૌ-રક્ષક ગોપાલ હંમેશાં ગાયોની રક્ષા કરતો હતો. તે અનેકવાર ગાયોની તસ્કરીને અટકાવી ચૂક્યો હતો તથા અનેક તસ્કરોને તેણે જેલ ભેગા કરાવ્યા હતા. અનેક ગાયોથી ભરેલી ગાડીઓ તેણે રોકાવી હતી અને પકડાવી હતી. માટે ગૌ-તસ્કરો તેની પાછળ પડી ગયા હતા. આ વખતે પણ તે એવું જ કંઇક કરી રહ્યો હતો. ૨૯ જુલાઈ ૨૦૧૯ના રોજ ગોપાલ ગાયોથી ભરેલી એક ટ્રકનો પીછો કરી રહ્યો હતો. તેને શક હતો કે આ આ ટ્રકમાં ગાયોની તસ્કરી થઈ રહી છે. તેથી તેનો તેણે પીછો કર્યો. આની જાણ તસ્કરોને થઈ એટલે તેઓ ડઘાઈ ગયા. તેમને લાગ્યું હવે પકડાયા સમજો. આથી તેમણે ગૌ-રક્ષક ગોપાલ પર ગોળી ચલાવી.
 

 
 
ગોળી વાગવાથી ગોપાલ ઉભો રહી ગયો અને જેમ તેમ કરીને ઘરે પહોંચ્યો. અને ઘરે જઈ માત્ર એટલું જ બોલી શક્યો કે મને ગૌ-તસ્કરોએ ગોળી મારી છે. આટલું કહી તે બેહોશ થઈ ગયો અને પછી ક્યારેય હોંશમાં ન આવ્યો. તેને હોસ્પિટલ લઈ જવાયો પણ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.
 
 
 
 
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે આ જે ઘટના ઘટી તેનાથી ઉલટી ઘટના ઘટી હોત તો? જો કે ઉલટી કે સીધી આવી ઘટના તો દેશમાં બાનવી જ ન જોઇએ. પણ અહીં ગૌ-તસ્કરોએ એક ગૌ-રક્ષકની હત્યા કરી છે. અહીં બધા ચૂપ છે. કોઇ કશુ બોલતું નથી. જો ગૌ-તસ્કર સાથે આવું કંઇક બન્યું હોત તો શુંનું શું થઈ જાત? વાત સમજવા જેવી છે. ગુનેગારોને સજા મળવી જ જોઇએ.
બધા ભલે ચૂપ હોય પણ આ દેશના ગૌ-રક્ષકો જાગી ગયા છે. તે ગોપાલની મદદ કરવા પહોંચી ગયા છે. તેના પરિવારને ન્યાય મળે તે માટે કાયદામાં રહી લડાઈ લડી રહ્યા છે.