@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ Zomato વિવાદ: જાણો જોમેટોના સ્ટાર્ટઅપથી લઈને તેના બોયકટ સુધીની વાત

Zomato વિવાદ: જાણો જોમેટોના સ્ટાર્ટઅપથી લઈને તેના બોયકટ સુધીની વાત


 
 
#Zomatoindia #ZomatoUninstalled #boycottzomato ટ્વીટર પર બે દિવસથી આ હેસટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકો જોમેટોની એપ અનઈન્ટોલ કરી રહ્યા છે. આવું કેમ થયું તો તેની પાછાળ બુધવારે બનેલી એક ઘટાના છે. ગયા બુધવારે મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા પં. અમિત શુક્લએ ફૂડ એપ જોમેટો પરથી ખાવાનું મગાવ્યું. થોડીવાર પછી અમિત પર ડિલીવરી બોયનો કોલ આવ્યો. થયું એવું કે આ ડિલીવરી બોય મુસ્લિમ હતો. આ અમિતને ગમ્યુ નહીં. તેણે તરત ટ્વીટ કર્યુ કે “મે હમણા જ જોમેટોમાં નોંધાયેલો મારો ખાવાનો ઓર્ડર કેન્સલ કરું છું, કેમ કે હું કોઇ બિન-હિન્દુ ડિલીવરી બોય પાસેથી ખાવાનું ના લઈ શકુ. મેં જોમેટોને ડિલીવરી બોય બદલવાનું કહ્યું છે. પરંતું એ મારો ઓર્ડર કેન્સલ કરી રહ્યા નથી અને ડિલીવરી બોય પણ બદલતા નથી.”
 

 
 
 
 
 
બસ અહીંથી વિવાદ શરૂ થયો. આમા આ ભાઈનો જવાબ જોમેટો તરફથી આવ્યો તો વિવાદ ખૂબ વધી ગયો. જોમેટોએ અમિતના આ ટ્વીટનો જવાબ આપતા પોતાના ટ્વીટર પર લખ્યું કે “ભોજનનો કોઇ ધર્મ નથી હોતો, ભોજન એક ધર્મ જ છે.” આ લડાઈમાં જોમેટાના ફાઉન્ડર પર આવ્યા. તેમણે ટ્વીટ કર્યુ કે “આઈડિયા ઓફ ઈન્ડિયા અને ગ્રાહકો તથા સહયોગિઓની વચ્ચે વિવિધતા છે તેના પર અમને ગર્વ છે. પોતાના નિયમો પર ચાલતા જો કોઇ નુકશાન પણ ભોગવું પડે તો તેનો કોઈ અફસોસ નથી.” જોમેટોના આ જવાબ પછી રીતસર અહીં લડાઈ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો જોમેટાના સપોર્ટમાં આવી ગયા છે અને કેટલાંક લોકો તેની વિરુધ્ધમાં આવી ગયા છે. આથી આજે #Zomatoindia #ZomatoUninstalled #boycottzomato આ હેઝટેગ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
 
 
 
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને અને પી.ચિદમ્બરમને તો જોમેટોના માલિકની વાત ખૂબ ગમી. તેને સપોર્ટ પણ આપ્યો પણ આટલાથી જોમેટોનું કાઈ થાય એવું લાગતું નથી. લોકો ધડાધડ તેની એપ્સ અનઇન્સ્ટોલ કરી રહ્યા છે. એની સાથે સાથે લોકો Uber Eatsની એપ્સ પર ઉડાવી રહ્યા છે.
 

આવું લખી રહ્યા છે લોકો ટ્વીટર પર... 

 
 
 
 
 
 
 

Zomato નો વિરોધ કરતા પહેલા આ પણ ધ્યાનમાં લેવું જોઇએ?!

 
zomato સ્વદેશી ભારતીય કંપનીનું શ્રેષ્ટ ઉદાહરણ છે. શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ છે. અનેક ભારતીય લોકોની રોજગારી છે. જે અમિતે આ વિવાદ ઉભો કર્યો છે તેના વિશે પણ થોડું જાણવા જેવું છે. તેના ટ્વીટર પર તેણે કરેલી પોસ્ટ અહીં મૂકવા જેવી નથી. કહી ન શકાય તેવી તેની અનેક પોસ્ટ છે. વિશ્વાસ ન આવતો હોય તો તેનું ટ્વીટર એકાઉન્ટ ખોલી એની કેટલીક જૂની ટ્વીટ જોઇ લો. ટ્વીટર પણ હવે તે વાઈરલ થઈ રહી છે. અને હા આ જોમેટોનો પક્ષ ખેંચવાની વાત નથી. ગ્રાહકને જવાબ આપવામાં તે થાપ ખાઈ ગયા છે. પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે ૨૦૦૮માં ભારતમામ શરૂ થયેલી આ કંપની ભારતના ૪૦૦ શહેરોમાં ખુલી છે. આજે zomato જે પ્યોર સ્વદેશી ભારતીય કંપની છે તેની ૨૪ દેશોમાં ફૂડ રીવ્યુ અને ફૂડ બિઝનેસમાં અગ્રેસર છે. આ ભારતીય સ્વદેશી કંપનીની ૬૫૦૦ કરોડ રૂપિયાની બ્રાંડ વેલ્યુ છે. આજે સમગ્ર વિશ્વ ઉપર ઓનલાઈન ફૂડ બિઝનેસના ક્ષેત્રમાં રાજ કરતી zomato ૧૦૦૦૦ કરતા વધારે લોકોને રોજગારી આપે છે અને દુનિયાની ૧૨ કરતા વધારે વિદેશી કંપનીઓને ખરીદી અને પોતાનામાં સમાવી ચુકી છે.