હવામાન વિભાગની આગાહી | આગામી થોડા દિવસ રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ

    ૦૧-ઓગસ્ટ-૨૦૧૯

 
 
વડોદરામાં આ વર્ષે રેકોર્ડ થયો. છેલ્લા ૩૫ વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ પડ્યો. વડોદરા પાણી-પાણી થયું. જન જીવન અહીં ઠપ છે. શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ છે, કોઇ ગંભીર ઘટના ન ઘટે એ માટે હવામાન વિભાગ દ્વારા વડોદરાવાસીઓ માટે આગામી 48 કલાક વધારે કપરાં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
 
આ ઉપરાંત હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સારા વરસાદની આગાહી પણ કરી છે. આ માટેનું કારણ એવું છે કે પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વડોદરા બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજી 26 ટકા વરસાદની ઘટ છે. તેમ છતાં આટલા વરસાદમાં રાજ્યના તમામ ડેમો, તળાવો, નદીઓ ઓવરફ્લો થઇ ગઇ છે.
 
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે. દ્વારકા, જામનગર અને કચ્છ પર નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે.
 
હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો કારણે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.. અમદાવાદ શહેર સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.