મુકેશભાઇનું Jio Fiber આવી ગયું છે | કેટલામાં મળશે ખબર છે? આ રહી કિંમત અને મળવાની તારીખ

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 
રીલાયંસ ઈન્ડસ્ટ્રીની ૪૨મીં વાર્ષિક જનરલ મીટિંગ (AGM) માં મુકેશ અંબાણીએ અનેક નવા પ્લાનની જાહેરાત કરી છે. આ મીટિંગમાં જિયો ગીગાફાઈબર લોકોને ક્યારથી મળશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. Mukesh Ambani એ જણાવ્યું કે ૫ સપ્ટેમ્બરના રોજ Jio Fiber લોંચ કરવામાં આવશે. જિઓ ફાઈબરનો પ્લાન 100 MBPS અને ૭૦૦ રૂપિયાથી શરૂ થશે. આ સ્પીડ બેસિક પ્લાન માટે હશે. પ્લાન ૧૦ હજાર સુધીનો પણ હશે. જેની સ્પીડ 1 GBPS સુધી જશે.
 
 
 
જિઓ ફાઈબર સાથે બીજા અનેક ઓટીટી એપ્સનું એક્સેસ પણ મળશે. મહત્વની વાત એ છે કે પ્રીમિયમ જિયો ફાઈબર યુજર્સને કોઇ ફિલ્મ રીલીજ થસે તેના પહેલા દિવસે જ ઘરે તે ફિલ્મ જિયો દ્વારા જોવા મળશે. જિયોએ આ જાહેરાતને “ફર્સ્ટ ડે- ફર્સ્ટ શો”નું નામ આપ્યું છે. પણ આ પ્લાનને ૨૦૨૦ સુધીમાં લોંચ કરવામાં આવશે. આ બધા જ ફાઈબર પ્લાનમાં વોઈસ કોલ ફ્રી રહેશે તથા અનલિમિટેડ ઇન્ટરનેશનલ કોલિંગ ૫૦૦ રૂપિયાથી શરૂ થશે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે જે જિયો ફાઈબરનો ગ્રાહક એક વર્ષ માટેનો પ્લાન ખરીદશે તેને HD અને 4K સેટ અપ બોક્સ ફ્રીમાં આપવામાં આવશે. આ પ્લાનને જિયો ફોરેવરનું નામ આપવામાં આવ્યું છે. આ ઓફરને જિયો ફાઈબર વેલકમ ઓફર નામ પણ આપ્યું છે.