વાંચેલું 100 ટકા યાદ રાખવાની એક scientific રીત જે કોઈપણ વિદ્યાર્થીને ટોપર બનાવી શકે છે

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 
શું તમને વાંચેલું યાદ નથી રહેતું ? શું પરીક્ષામાં પેપર લખતી વખતે તમને વાંચેલુ યાદ નથી આવતું. શું તમારી મહેનત અનુસાર માર્ક્સ ન આવ્યા ? આ બધા સવાલોનો જવાબ એક જ છે આવો જોઈએ.
 
Dr. Ebbinghaus જે વિશ્વવિખ્યાત જર્મન ફિસિઓલોજિસ્ટ હતા, તેમની એક રિસેર્ચમાં તારણ બહાર આવ્યું કે કોઈ પણ વાંચેલી માહિતી એક કલાકની અંદર 50% ભૂલી જવાય છે. પરંતુ આપણે જે કઈ વાંચીએ છીએ, તેનો એક ભાગ આપણા મગજમાં સ્ટોર થઇ જાય છે, તેથી આપણને ભ્રમ રહે છે કે વાંચેલું તો બધું યાદ છે.
 
પરંતુ ખરેખર સંપૂર્ણ માહિતી યાદ રાખવા, Dr. Ebbinghaus જણાવે છે કે, જલ્દી રિવિઝન (પુનરાવર્તન) કરો, વારંવાર રિવિઝન (Revision) કરો. તેઓ વાંચી લીધા બાદ ક્યારે રિવિઝન કરવું, તથા કેટલીવાર રિવિઝન કરવું તે પણ જણાવે છે. સૌપ્રથમ તમે જે માહિતી વાંચો, તેનું વાંચી લીધા પછી તરતજ રિવિઝન કરવું, તથા એક દિવસ બાદ, એક અઠવાડિયા બાદ, અને એક મહિના બાદ ફરી રિવિઝન કરવું. આ ચાર વખતના રિવિઝનનું પરિણામ એ આવશે કે સંપૂર્ણ માહિતીને તમે 100 ટાકા યાદ રાખી શકશો.
 
Dr. Ebbinghausના જણાવ્યાં અનુસાર કોઈ માહિતીને હંમેશ માટે યાદ રાખવી હોય તો ઓછામાં ઓછું ચાર વખત રિવિઝન અનિવાર્ય છે. જેટલું વધારે રિવિઝન કરશો, માહિતી યાદ રહેવાની શક્યતા એટલી જ વધારે હશે. આ ટેકનિકનો ઉપીયોગ કરવાથી પરીક્ષામાં વારંવાર વાંચવાની જરૂર નહિ પડે, ફક્ત એકવાર રિવિઝનથી સંપૂર્ણ માહિતી યાદ આવી જશે.