ભારત અધિકૃત કાશ્મીર લખનાર બીબીસીને ફિલ્મ નિર્દેશક શેખર કપૂરે આ જોરદાર સવાલ કર્યો છે!

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 
જમ્મુ-કશ્મીરમાં ધારા ૩૭૦ નાબૂદ કર્યા પછી એક તરફ મોદી સરકારના વખાણ થઈ રહ્યાં છે તો બીજી બાજુ કેટલીક જગ્યાએ અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આનો વિરોધ પણ કરાઈ રહ્યો છે. પાકિસ્તાને પણ મોદી સરકારના આ ફેંસલા પર નારાજગી વ્યક્ત કરી છે. વાત આંતરરાષ્ટ્રીય મીડિયાની કરીએ તો આની આલોચના વધુ થઈ છે. હકિકત એવી છે કે હાલ દુનિયાભરની નજર કાશ્મીર પર છે. બધા પોત પોતાનો એજન્ડા પ્રસ્થાપિત કરવા રીપોર્ટ બનાવી રહ્યા છે અને પ્રકાશિત કરી રહ્યા છે. આમા બીબીસીએ કાશ્મીર પર ઘણા રીપોર્ટ પ્રકાશિત કર્યા છે. હમણા જ તેણે એક માસ પ્રોટેક્ટનો વીડિઓ અને રીપોર્ટ બનાવી અપલોડ કર્યો હતો. ત્યાર પછી લોકો બીબીસીના આ રીપોર્ટ પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ નિર્દેશક શેખર કપૂરે પણ આ બાબતે ટ્વીટરના માધ્યમથી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
 
 
 
 
ફિલ્મ નિર્દેશક શેખર કપૂરે બીબીસીને ઉદ્દેશીને ટ્વીટર પર લખ્યું છે કે “હેલ્લો બીબીસી! જેટલીવાર તમે કાશ્મીરને ભારત અધિકૃત કાશ્મીર લખો છો એટલીવાર હું વિચારું છું કે તમે ઉત્તરી આયર્લેન્ડને બ્રિટિશ અધિકૃત આયર્લેન્ડ કેમ નથી લખતા.”
 
એક બીજી ટ્વીટમાં તેમણે લખ્યું છે કે “હું એ સમજી શકતો નથી કે પાકિસ્તાનને એવું કેમ લાગે છે કે ૩૭૦ હટી જવાથી પાકિસ્તાનને ખતરો છે. શું તમે આ સમજી શક્યા છો?”
 
મહત્વની વાત એ છે કે ૫ ઓગષ્ટે દેશના ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કર્યો ત્યારથી દેશ આખો ૩૭૦ હટાવવાના નિર્ણય પર મોદી સરકારની પડખે ઉભો છે એવું લાગી રહ્યું છે. અનેક નેતાગણથી લઈને, વેપારીઓથી લઈને સેલિબ્રિટિઓએ પણ આ નિર્યણનું સ્વાગત કર્યું છે. પણ કેટલાક વિરોધ પણ કરે છે. હાલ કાશ્મીરમાં ૩૭૦ નાબૂદ થયા પછી સ્થિતિ સામાન્ય છે.