૧૮ વર્ષમાં નરેન્દ્ર મોદીએ પહેલી રજા લીધી છે? ખુદ તેમણે રજાનું કારણ આવ્યુ છે!

    ૧૩-ઓગસ્ટ-૨૦૧૯

 
 
૧૨ ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલ પર એક કાર્યક્રમમાં જોવા મળ્યા. આ કાર્યક્રમનું નામ છે મેન વર્સિસ વાઈલ્ડ. દુનિયાભરમાં આ શો ખૂબ પ્રચલિત છે. તેના એન્કર છે બેયર ગ્રિલ્સ. શોમાં વિપરીત સ્થિતિમાં માણસે કઈ રીતે જીવવું જોઇએ, ઉપલબ્ધ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો એવું બધુ અહીં બતાવાય છે.
 
આ શો દરમિયાન વડાપ્રધાન અને એન્કર બેયર ગ્રિલ્સ ભારતના ઉત્તરાખંડ રાજ્યના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં ફર્યા. ફરતા ફરતા અનેક વાતો પણ કરી. આ દરમિયાન બેયર ગ્રિલ્સે પોતાના જીવન વિશે વાત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના જીવન વિશે અનેક વાત કહી.
 
આ વાતચીતમાં બન્નએ ઘણીબધી નવી વાતો લોકો સમક્ષ મૂકી. વડાપ્રધાને આ શોમાં કુદરતના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે બાળપણથી જ મને પ્રકૃતિથી ખૂબ પ્રેમ રહ્યો છે.
 
વડાપ્રધાન માટે એવું કહેવાય છે કે તેમણે જાહેરજીવનમાં આવ્યા પછી એક પર રજા લીધી નથી. આ સંદર્ભે તેમણે જણાવ્યું કે, જો આજના દિવસને તમે મારી રજા ગણો તો ૧૮ વર્ષમાં આ મારી રજાનો પહેલો દિવસ ગણાશે. જે મારી નોકરીમાંથી રજા લીધી હોય તેવો આ પહેલો દિવસ ગણાશે.
 
તો આ શો દરમિયાન એકવાત તો સામે આવી છે. આ કાર્યક્રમ દરમિયાન ખૂદ વડાપ્રધાને બેયર ગ્રિલ્સને જણાવ્યું કે છેલ્લા ૧૮ વર્ષમાં જો ગણો તો આ મારી પહેલી રજા હશે…