ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું છે ખુદ ઇશરોએ જણાવ્યું

    ૨૦-ઓગસ્ટ-૨૦૧૯

ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું છે. ઈસરોએ આજે ચંદ્રયાન-2ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. આજે સવારે 8.30થી 9.30 દરમિયાન ચંદ્રયાન-2એ ચંદ્રની કક્ષા LBN#1માં પ્રવેશ કર્યો હતો. જણાવી દઈએ કે ગઈ ૨૨ જુલાઈએ ચંદ્રયાન-૨ છોડવામાં આવ્યું હતું અને ગત ૧૪ ઓગષ્ટે આ યાન પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી ચંદ્ર તરફ આગળ વધ્યું હતું. અને આજે હવે તે ચંદ્રની કક્ષામાં પહોંચી ગયું છે.
 
મહત્વની વાત એ છે કે ચંદ્રની કક્ષામાં પહોંચવાની સાથે ચંદ્રયાનની ગતિ ધીમી કરવામાં આવી છે. આવું એટલા માટે કે યાન જો ચંદ્રના ગુરૂત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવી જાય તો તે ચંદ્ર સાથે અથડાઈ શકે છે. માટે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાનનો પ્રવેશ કરવવો વિજ્ઞાનીઓ માટે પડકાર જનક હતો પણ આપણા વિજ્ઞાની આ પડકારનો સામનો કરવામાં સફળ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આગામી 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2 ચંદ્રયાન દક્ષિણી ઘ્રુવ પર લેન્ડ કરશે.