ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાન સાથે વાતચીત કરી! કોને કહ્યું કે આકરા નિવેદનો બંધ કરો!

    ૨૦-ઓગસ્ટ-૨૦૧૯

 
 
આજે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરી અને મીડિયામાં તહેલકો મચી ગયો! આવું કેમ ? કેમ કે તેમણે ટ્વીટ ભારત – પાકિસ્તાનના સંદર્ભમાં કરી હતી. ટ્વીટ્માં શું લખ્યુ ડોનાલ્ડ ટ્રમ્પે? પહેલા વાંચી લો…..
 
“મે મારા બન્ને સારા મિત્રો સાથે વાત કરી – ભારતના વડાપ્રધાન અને પાકિસ્તાનના વડાપ્રધાન… વેપાર, ભાગીદારી અને કાશ્મીરમાં તણાવ દૂર કરવા માટે ભારત અને પાકિસ્તાને ભેગા મળીને કામ કરવાની જરૂર છે આ સંદર્ભે પણ વાત થઇ. સ્થિતિ મુશ્કેલ છે, પણ વાતચીત સારી રહી”
 
 
 
 
ડોનાલ્ડ ટ્રમ્પની આ ટ્વીટ પછી આપણા પ્રધાનમંત્રી કાર્યાકયના ટ્વીટર એકાઉન્ટ “PMO India” પરથી ધડાધડ ટ્વીટ થઈ. આ ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રમ્પ સાથે શું વાત થઈ?
 

PMO India” પરથી લખવામાં આવ્યું કે

 
“આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત થઈ. ૩૦ મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં દ્વીપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે સારો સંબંધ છે તે રીતે આત્મિયતાથી વાતચીત થઇ. વાતચીત ખૂબ આત્મીયતાથી ભરેલી હતી.”
 
 
 
 

ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું કે

 
“ક્ષેત્રીય સ્થિતિ વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને કહ્યું કે આ ક્ષેત્રમાં કેટલાંક નેતાઓના આક્રમક બયાનના આપી રહ્યા છે. ભારત વિરુદ્ધ હિંસા ફેલાવવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે જે યોગ્ય નથી. વડાપ્રધાને આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણ બનાવવા અને તેના મહત્વ પર પણ વાત કરી. સરહદ પર આતંકવાદ નાબૂદ કરવા સંદર્ભે પણ તેમણે વાતચીત કરી.”
 
 
 

ઇમરાન ખાનને કહ્યુ આક્રમક ભાષણ બંધ કરો

 
કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદ થયા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એ બધા પ્રયત્ન કર્યા જે એક પાકિસ્તાની વડાપ્રધાન કરતો હોય છે. ઇમરાન ખાને પહેલા ચીન પાસે અને પછી અમેરિકા પાસે આ સંદર્ભે મદદ માંગી. ચીને તો મદદ કરી પણ ખરી. ચીને તો પાકિસ્તાનના તરફેણમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં બંધ બારણે બેઠક પણ કરી. પણ અમેરિકા આ સંદર્ભે પાક તરફ હોય તેવું હાલ પૂરતું લાગતું નથી. કેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ આ મુદ્દાને દ્વીપક્ષીય મુદ્દો ગણાવી દીધો છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે ઈમરાનને સલાહ આપી હતી કે જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારત સાથે તણાવ ઓછો કરવા માંગતા હોય તો તેમણે દ્વીપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે. એવા પણ અહેવાલો છે કે ટ્રમ્પે ઇમરાન ખાનને આક્રમક બયાન ન આપવાની સલાહ પણ આપી છે.
 
તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સાથીની વાતચીત દરમિયાન મોદીએ ટ્રેમ્પને કહ્યું હતું કે આ ક્ષેત્રમાં કેટલાંક નેતાઓ આક્રમક બયાનના આપી રહ્યા છે. તેમનો ઇશારો ઇમરાન ખાન તફરફ જ હતો. આથી ટ્રમ્પે પણ ઇમરાનને સલાહ આપી છે કે તે આક્રમક બયાનવાજીથી દૂર રહે…
 
અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે થોડા દિવસો પહેલા ટ્રમ્પે એક વિવાદિત વાત કહી હતી કે ભારત-પાકિસ્તાનના સંદર્ભમાં મધ્યસ્થી કરવા મને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. આ પછી વડાપ્રધાન કાર્યાલય તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ટ્રમ્પ સાથે આવી કોઇ વાત થઈ નથી. આ પછી વારંવાર ટ્રમ્પ દ્વારા આ સંદર્ભે મધ્યસ્થી બનવાનો ઇરાદો સ્પષ્ટ થતો રહ્યો છે. કઈ ન વળતા હવે બન્ને વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી મધ્યસ્થી બનવાના પોતાના ઇરાદાને તેઓ વેગ તો નથી આપી રહ્યા છે?